Health Budget 2023: હેલ્થ સેક્ટરમાં થઈ મોટી જાહેરાત, 2047 સુધીમાં આ બિમારીને ખતમ કરશે સરકાર

News18 Gujarati
Updated: February 1, 2023, 2:52 PM IST
Health Budget 2023: હેલ્થ સેક્ટરમાં થઈ મોટી જાહેરાત, 2047 સુધીમાં આ બિમારીને ખતમ કરશે સરકાર
Health Budget 2023

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023માં સ્પષ્ટ કર્યું છે કે, હેલ્થના વિભાગમાં કેટલાય સુધારાની જરુર છે. એટલા માટે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે.

  • Share this:
Budget 2023: સંસદમાં આજે વર્ષ 2023નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0નું અંતિમ અને પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. એટલા માટે બજેટ દેશ માટે ખૂબ જ મહત્વનું છે. બજેટમાં દેશની હેલ્થ સિસ્ટમ માટે પણ ઘણી જાહેરાતો થઈ છે.

આ પણ વાંચો: Agriculture Budget 2023: બજેટમાં ખેડૂતો માટે સરકારે ખજાનો ખોલી દીધો, મળશે 20 લાખ કરોડની લોન

મેડિકલ કોલેજ લેબની વ્યવસ્થા



નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023માં સ્પષ્ટ કર્યું છે કે, હેલ્થના વિભાગમાં કેટલાય સુધારાની જરુર છે. એટલા માટે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. સાથે જ મેડીકલ કોલેજમાં વધારેમાં વધારે લૈબની વ્યવસ્થા કરવામાં આવસે. સાથે જ સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારા માટે નવા મશીન લાવવામાં આવશે, જેથી ભારતમાં મોટી મોટી બિમારીની સફળતાપૂર્વક સારવાર કરી શકાય.

2047 સુધીમાં એનીમિયા કરશે ખતમ


વર્ષ 2023ના બજેટમાં એ સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ 2047 સુધી એનિમીયાની બિમારીને જડથી ખતમ કરી દેવામાં આવશે. કારણ કે લોહીના કમીના કારણે દર વર્ષે કેટલાય લોકોના મોત થઈ જાય છે.આ પણ વાંચો: Real estate Budget 2023: રોજગારી વધશે, રિયલ એસ્ટેટ માટે બજેટમાં મોદી સરકારે આપ્યા 10 લાખ કરોડ

ચોખ્ખુ પાણી, ભોજન પર ભાર


આ બજેટ એટલા માટે પણ ખાસ છે કેમ કે, તેમાં સ્પષ્ટ કર્યું છે કે, એક વ્યક્તિ માટે સાફ પાણી અને ભોજન જરુરી છે. એટલા માટે તેને બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.

2047 સુધી બાળકોમાં લોહીની કમી દૂર કરશે


બજેટમાં અનેમિયા અને બાળકોમાં લોહીની કમીથી થતી બિમારીને લઈને કેટલાય પ્રોગ્રામ બનાવામાં આવ્યા છે. સાથે જ વર્ષ 2047માં તેને ખતમ કરવાનું પ્રણ કર્યું છે. વર્ષ 2023ના બજેટમાં મોટા અનાજને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
Published by: Pravin Makwana
First published: February 1, 2023, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading