

ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના ધરમપુર રોડ પર ધોળે દિવસે જાહેર રસ્તા પર માટલા વેચતા બે પરિવારો વચ્ચે જોરદાર (fight between to family) મારામારી થઈ હતી. શહેરના મુખ્ય રસ્તા પર મહિલાઓ અને પુરુષો વચ્ચે લાકડાના ફટકા વડે લડાઈ થતાં થોડા સમય સુધી સમગ્ર રોડ પર દોડધામ મચી ગઇ હતી.


જોકે આ લાઈવ મારામારીમાં બે મહિલાઓના માથા ફૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસનો (valsad city police) કાફલો સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડના ધરમપુર રોડ પર લાલ ચર્ચની સામે કેટલાક દિવસથી માટલા વેચતા બે પરિવારો રહેતા હતા.


જોકે કોઇ વાતને લઇને માટકા વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક જ ગામના બે પરિવારો વચ્ચે વિવાદ ચાલતો હતો. અને અંગત અદાવતને કારણે આજે આ માટલા વેચતા પરિવારોની મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી.અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.


અને મહિલાઓ લાકડાના ફટકા લઈને એક બીજા પર તૂટી પડી હતી. જોકે આ મહિલાઓની લડાઈમાં એક પુરુષ અને બાળકી પણ મહિલાઓના માથે લાકડાના ફટકા મારતા દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થયા હતા જાહેર રસ્તા પર આ જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.


આથી થોડા સમય સુધી રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ છૂટા પાડવાના પ્રયાસ કર્યા હતા ..અને મામલો થાળે પાડવા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.


પોલીસ સ્થળ પર પહોંચીતા મારામારી બંધ થઈ હતી. અને પોલીસે આ મામલે મહિલાઓ પર હુમલો કરનાર એક પુરુષની અટકાયત કરી હતી. અને પોલીસ સ્ટેશન લઇ જઇ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મારામારીની આ ઘટનામાં બે મહિલાઓને ઈજા થઈ હતી. આથી ઘટનાની જાણ થતાં જ 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી.


સ્થળ પર પહોંચી ઈજાગ્રત મહિલાઓની પ્રાથમિક સારવાર કરી હતી. આમ વલસાડના ધરમપુર રોડ પર જાહેર રસ્તા પર આજે માટલા વેચતા બે પરિવારો વચ્ચે અંગત અદાવતમાં થયેલી બબાલમાં થયેલી જોરદા મારામારીને કારણે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. અને માટલા વેચતા બે પરિવારો વચ્ચે થયેલી આ લાઈવ મારામારીનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.