

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદ (Ghaziabad) શહેરમાં લગ્ન બાદ દુલ્હન સાથે અત્યાચાર (domestic violence) થવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુલ્હનનો આરોપ છે કે લગ્ન માટે પહેલા નાનો ભાઈ બતાવ્યો અને પછી મોટા ભાઈ સાથે લગ્ન કરાવ્યા હતા. જેને નશાની લત લાગેલી છે.


દુલ્હનનો આરોપ છે કે લગ્ન બાદ સાસુએ પોતાના ચારે પુત્રો સાથે શરીર સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. જોકે, તેણે પોતાના પતિ સિવાય અન્યો સાથે શરીર સંબંધ બાંધવા માટે ઇન્કાર કર્યો તો મારપીટ કરતા હતા. સાસુ વારંવાર આવું કામ કરવા માટે મજબૂર કરતા હતા. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.


સાસરીમાં પોતાની સાથે થતાં અત્યાચારથી જેમતેમ કરીને છૂટકારો મેળવીને લગ્નના બે મહિના બાદ દુલ્હન પિયર પાછી આવી ગઈ હતી. પીડિત દુલ્હને આ અંગેની ફરિયાદ ગાઝિયાબાદ ડીએમને કરીહતી. ત્યારબાદ સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ અને સાસુ સહિત 6 લોકો સામે ફરિયાદ કરી હતી.


પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિના બે મોટા અને એક નાનો ભાઈ છે. તેમના બંને જેઠ પરિણીત છે. તેની સાસુએ લગ્નના બીજા જ દિવસે બંને જેઠ અને દિયરને રૂમમાં વારા ફરથી શરીર સંબંધ બાંધવા માટે મોકલ્યા હતા. આ અંગે વિરોધ કર્યો તો તેઓ રૂમમાંથી બહાર જતા રહ્યા હતા.


ત્યારબાદ તેના ઉપર અત્યાચાર કરવાનું શરું કર્યું હતું. એક દિવસ તેની સાસુ, જેઠ અને પતિએ તેની સાથે મારપીટ કરી હતી. તેના કપડા ફાડી નાંખ્યા હતા. ત્યારબાદ સાસરિયાઓએ ટ્રક અને બાઈક ખરીદવા માટે પીડિતાની માતા પાસેથી ત્રણ લાખ રૂપિયા માંગવાનું શરુ કર્યું હતું.