

શાબીર ભાભોર, દાહોદ : દાહોદ જિલ્લાના (Dahod) નાનીબાંડીબાર ગામમાં રહેતા 32 વર્ષીય યુવાને તેના બે પુત્રો (Mass Suicide in limkheda) સાથે કૂવામા કૂદી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.લીમખેડા તાલુકાનાના નાનીબાંડીબાર ગામમાં રહેતા 32 વર્ષીય જયંતિ ભાઈ પટેલ અને તેમનો 11 વર્ષનો પુત્ર મેહુલ તેમજ 8 વર્ષનો બીજા પુત્ર સાથે લઈને કોઇ અગમ્ય કારણોસર કૂવામા કૂદી પડ્યા હતા.


આ બાબતની જાણ થતા ઘર ના તેમજ ફ્ળીયા ના લોકો મા ચીસાચીસ મચી જવા પામી હતી .જે અંગે લીમખેડા પોલીસ ને જાણ થતા પોલીસ ધટના સ્થળે પંહોચી ગ્રામજનો ની મદદ થી ત્રણેય ની લાશ ને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડવામા આવી હતી .પોલીસ અકસ્માત અનવ્યે મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પિતા એ તેના 2 સંતાનો સહીત આપઘાત કર્યો હતો જે દરમ્યાન તેની પત્ની ને પણ તેને કુવામા ધકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની પત્ની છટકી ગઈ અને પિતા અને પુત્રો કુવામા ખાબકી ગયા અને મોત વ્હાલુ કર્યુ .


ત્યારે લોક ચર્ચા એવી પણ હતી કે જંયતિ ભાઈ લોકડાઉનના સમયમાં અસ્થિર મગજના થઈ ગયા હોય તેવી હરકતો કરતા હતા,ત્યારે ફરી થી જયંતિ ભાઈ બિમારી નો ભોગ બન્યા હોય કે ખોટા વિચારો ને કારણે પુત્રો સાથે કુવામા ભુસકો માર્યો હોય તેવી પણ એક આશંકા વય્કત કરવામા આવી હતી . જયંતિ ભાઈ નિ મગજ ની દવા પણ ચાલતી હતી