

કોરો આવતી કાલે ઉતરાણ હોવાને લઈને કોરોના મહામારી વચ્ચે ઉતરાની ઉજાણી માટે ગાઈડ લાઇન નક્કી કરવામાં આવી છે ત્યારે રાજ્ના પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા હતા. જોકે રાત્રે કર્ફ્યુ હોવાને લઇને લોકો ખરીદી કરવા તો ઉતરી પડ્યા પણ અહીંયા આવેલા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. જોકે, બજારમાં આ વર્ષ કોરોના લઇને માલની આવક ઓછી છે તે સાથે જે પતંગ અને દોરી છે તેમાં પણ 40 ટકા ભાવ વધારે હોવા છતાં લોકો બજારમાં ઉમટી પડ્યા હતા. (કિર્તેશ પટેલ, સુરત )


અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં ભરાતી પતંગ બજારમાં લોકોના ટોળેને ટોળા ઉમટ્યા હતા. લોકોએ કોરોના થયા તો ભલે થાય પણ પતંગ ખરીદીશું અને ઉડાવીશું એવી વાતો પણ કેમેરા સામે કરી હતી આમ લોકોનો પતંગ પ્રત્યનો શોખ જોવા મળ્યો હતો. (મયૂર માકડિયા, અમદાવાદ)


દિલ્હી દરવાજાની ભીડના દૃશ્યો જોઈને કોઈ કહી ન શકે કે રાજ્યમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યૂ લાદવાની નોબત આવી. જોકે, લોકોમાં 12 મહિનાના પ્રથમ તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


સુરતના ભાગળ વિસ્તારમાં ભરાતી પતંગ બજારમાં પણ લોકોની મોટી ભીડ ઉમટી હતી. પતંગ બજારની ખરીદી અને શહેરના પતંગ રસિયાઓની ભીડના કારણે મુખ્ય રાજમાર્ગ બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. લોકોએ પરિવાર સાથે કોરોનાનો ડર મૂકીને પતંગની ખરીદી કરી હતી.


ભાગળની આ પતંગ બજારની ભીડ પતંગના વેપારીઓ માટે ઉત્તરાયણ સુધારનારી નીવડી પરંતુ રાજ્યના અને ખાસ કરીને શહેરના આરોગ્ય તંત્ર માટે માઠા પરિણામો લઈ આવે તો પણ નવાઈ નહીં


અ્મદાવાદ શહેરના પશ્ચિમમાં ભરાતી પતંગ બજારોની સ્થિતિ પણ એવી જ હતી અહીંયા લોકોએ પોતાના પરિવાર સાથે આવીને ભાવ વધારાની વચ્ચે પણ મન મૂકીને પતંગ ખરીદ્યા હતા. શહેરમાં ઉત્તરાયણનો અનોખો ઉત્સાહ પતંગ બજારમાં જોવા મળ્યો હતો. (સંજય ટાંક)