

સંજય ટાંક, અમદાવાદ: ક્રિકેટ રમીને વર્ષે કરોડો રૂપિયાની કમાણી ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ખેલાડીઓ કરે છે પણ આ ખેલાડીઓ ફેન્સ (fans) પણ એટલા તેમના પાછળ એટલા ક્રેઝી થઈ જાય છે કે ના પૂછો વાત. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ (stadium) પર ભારત અને ઇંગ્લેન્ડ (India-England test match) વચ્ચે ટેસ્ટ રમવાની છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટ મેચ નિહાળવા માટે ટીકીટ ખરીદીમાં તો ક્રિકેટ રસિકોએ લાઈન લગાવી પણ સાથે સાથે ક્રિકેટના ખેલાડીઓના નામની ટીશર્ટ ખરીદવામાં પણ ક્રેઝી ફેન્સએ પડાપડી કરી. અને એમાં જ વિરાટ (virat) સ્ટેડિયમની બહાર 200 રૂપિયામાં વેચાયો.


આપણા દેશના લોકોમાં સૌથી વધુ જો કોઈ રમતની ચાહના હોય તો તે છે ક્રિકેટ. અને તેમાંય IPL આવી ગયા બાદ ક્રિકેટ અને ક્રિકેટરોના ચાહકોમાં વધારો થયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ અંતર્ગત આગામી 24 તારીખએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. જે પહેલા જ મેચની ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.


ક્રિકેટ એ કરોડોની કમાણીનો બિઝનેસ છે જ. પણ સ્ટેડિયમની બહાર ક્રિકેટના અને ક્રિકેટરના ચાહકો માટે પણ ટીશર્ટ, ટોપી, તિરંગા ફ્લેગ જેવી વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જ્યાં પણ ક્રિકેટ રમાવાની હોય ત્યાં તે પહેલાં કલકત્તા, મુંબઈ, દિલ્હી, બેંગ્લોરથી ફેરિયાઓ પહોંચી જાય છે. હાલ અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમની બહાર પણ 50થી 60 જેટલા ફેરિયાઓ પહોંચી ગયા છે.


એક ફેરિયો રોજની 200થી વધુની ટીશર્ટ વેચે છે. અને એક ટીશર્ટ 150થી 200 રૂપિયામાં વેચાય છે. તેવી જ રીતે ટીશર્ટની સાથે ટોપી, ચશ્મા અને ઇન્ડિયન ફ્લેગનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 20 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા અને કલકતાથી આવેલા સ્વદેશ શેખર હલદરએ જણાવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ચાહકો સૌથી વધુ છે. જેથી વિરાટ ના અને રોહિતના નામની ટીશર્ટ સૌથી વધુ વેચાય છે.


ચાહકો વિરાટના નામની ટીશર્ટ 200 રૂપિયામાં ખરીદે છે. તે પોતે જ્યાં પણ ક્રિકેટમેચ રમાવાની હોય ત્યાં તેઓ ટ્રેન મારફતે પહોંચી જાય છે. કલકત્તા ઉપરાંત અલગ અલગ રાજ્યોમાંથી ફેરિયા આવ્યા છે. અહીં ટોટલ 60 લોકો ટીશર્ટ વેચનાર આવ્યા છે.