

અમદાવાદમાં જેવી રીતે કોરોનાના (Ahmedabad Coronavirus case) કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રી કરફ્યુ ચાલુ છે.જોકે પોલીસ હાલ પણ ખડે પગે કામગીરી કરી રહી છે. 24 માર્ચ થી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે.અમદાવાદ માં 24 માર્ચ થી 30 નવેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 32284 કેસો કર્યા છે અને તેની સામે કુલ 41054 ધરપકડ કરવા માં આવી છે. પ્રતિકાત્મક તસવીર


સાથો સાથ માસ્ક ના પહેરવા બદલ કુલ 2 લાખ 78 હજાર 746 કેસો પોલીસે કર્યા છે અને અને જેમાં કુલ 14 કરોડ 89 લાખ 300 (Ahmedabad Mask fine)રૂપિયાનો દંડ વસૂલ કર્યા છે. જોકે કોરોના ની આ લપેટ માં પોલીસ પણ બાકાત રહી નથી અને અત્યાર સુધી પોલીસનાં કુલ 976 લોકો કોરોના સંક્રમિત અને 872 જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે પરંતુ દુઃખદ વાત એ છે કે 11 પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.


જોકે હાલ પણ 95 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી પોલીસમાં હાલ અન્ય કેટલા લોકો કોરોના સંક્રમિત છે તેનો ખ્યાલ આવી જાય સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝીંગ કરવામાં આવશે અને તેમની સુરક્ષા થઈ શકે.


દરમિયાન ગુજરાતમાં હવે કોરોનાના કેસ (Coronavirus Cases) માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR Test)ની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરી (Private Laboratory)માં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.


બીજા કેસમાં જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે 1,100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. તસવીર સૌજન્ય: @Mukeshias