

નવીન ઝા, અમદાવાદ : ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા અત્યારસુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો એક કેસ નોંધતા હડકંપ મચ્યો છે. આ કેસમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ અમદાવાદના નિવૃત નાયબ મામલતદાર (Deputy Mamlatdar) છે જેની પાસેથી 30 કરોડ રૂપિયાથી (Property of 30 Crores) વધુની કિંમતની અપ્રમાણસર મિલકત મળી આવી છે.


કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે અને જેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ તપાસમાં 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે.


ACBને 30 જેટલા બેંક એકાઉન્ટ પણ તપાસમાં મળી આવ્યા છે જેમાંથી 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે, સાથોસાથ 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઑફિસ, 2 પ્લોટ , 11 લક્ઝૂરિયસ ગાડીઓ મળી આવી છે. આ સિવાય દેસાઈએ રિયલ એસ્ટેટ માં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.


આ સિવાય દેસાઈએ રિયલ એસ્ટેટ માં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમની પાસેથી આશરે 3 કરોડ રૂપિયાની 11 લક્ઝૂરિસ કાર મળી આવી છે. તેમની તપાસમાં સામે આવ્યું છે કે વિરમ દેસાઈ દ્વારા તેમના પરિવારના સભ્યોનાં બેંક એકાઉન્ટમાંથી 4,61,20,633 જેટલી માતબર રકમથી વિદેશી હૂંડિયામણ સ્વરૂપે નાણા ટ્રાન્ફર કરવામાં આવ્યા છે. પ્રતિકાત્મક તસવીર


મહત્ત્વનું છે કે ACBના ઇતિહાસમાં પ્રથમ વખત આવો કેસ કરવામાં આવેલ છે. મહત્વની વાત તો એ છે કે વર્ષ 2020માં ACBએ કુલ 38 જેટલા અપ્રમાણસર મિલકતના કેસ કર્યા હતા જેની રકમ 50 કરોડથી વધુ હતી. પરંતુ વર્ષ 2021માં માત્ર 3 કેસમાં જ રકમ 33 કરોડની ઉપર જતી રહી છે. હાલ આવા અનેક અધિકારી અને કર્મચારીઓ સામે ACBની કાર્યવાહી શરૂ છે. ગુજરાત એસીબી