

હરિન માત્રાવાડિયા, રાજકોટઃ બૂટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે અથવા તો કારમા બુટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી (liquor smuggling) કરતા હોય છે. રાજકોટ પોલીસે (Rajkot Police) જાણે કે બૂટલેગરો (Bootleggers) પર તવાઈ બોલાવી હોય તેમ અલગ અલગ પોલીસ મથકો દ્વારા દારૂની (liquor) હેરાફેરી કરતા શક્સોને ઝડપી પાડયા છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર, ભકિતનગર, બી-ડિવીઝન, આજીડેમ અને ગાંધીગ્રામ પોલીસે કુલ 9 દરોડા પાડી રૂપિયા 16,79,480નો વિદેશી દારૂ જપ્ત કરી 8 શક્સોને પકડી લીધા હતાં. જ્યારે ત્રણના નામ ખુલ્યા હતાં અને બે ભાગી ગયા હતાં.


ક્રાઇમ બ્રાંચની ટીમે ભાવનગર હાઇવે પર કાળીપાટના પાટીયા પાસે મા આશાપુરા હોટેલ સામેના ભાગે બાતમીના આધારે વોચ રાખી 14,28,000 રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલુ સિમેન્ટ કોંક્રિટ મિક્સ કરવા માટેનું મિક્સચર પકડી લઇ રાજસ્થાની શખ્સને ઝળપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 9,60,000ની મળી કુલ 275 પેટીઓ રૂપિયા 14,28,000ની એએમડબલ્યુ કંપીનીનું સિમેન્ટ કોંક્રિટ મિકસચર ટેન્કર રૂપિયા 10 લાખનું, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 24,31,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


બૂટલેગરે પોલીસની નજરથી બચવા સિમેન્ટ કોંક્રિટના મિકસચરની અંદર દારૂની પેટીઓ છુપાવી હતી. પોલીસના અન્ય એક દરોડામાં ગોંડલ રોડ પુનિતનગર પાછળ નંદનવન પાર્ક-૩ના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી રૂ. 27 હજારનો દારૂ ભરેલી ફ્રન્ટી કાર પકડી લઇ કુલ રૂપિયા 1,27,00નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં બે શખ્સો ભાગી ગયા હતાં. જેમાં પુષ્પરાજસિંહ જાડેજા તથા જયદ્રથસિંહ જાડેજા હોવાનું ખુલતાં બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકો દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાય હતી.


ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આપણે સ્વીગી કે ઝોમેટો સહિતની હોમડિલિવરી કરતા બોક્સમાં દારૂની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ જોયા છે સાથે ઘરની દીવાલમાં ચોર ખાનું બનાવી તેમાં પણ દારૂ રાખ્યો હોવાના કિસ્સાઓ પોલીસે ઝડપી પાડયા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ દારૂ લઇ જવા માટે દૂધના ટેન્કરનો ઉપયોગ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. સાથે જ કારમાં પણ અલગ અલગ ચોરખાના બનાવી જેમાં દારૂની બોટલો રાખી ફેરી હેરાફેરી કરતા બુટલેગરો પણ પોલીસને હાથે ઝડપાઇ ચૂકયા હતા.