

પેરાશૂટ પહેરીને કરતબ બતાવતા કિસ્સા આપણે ઘણાં જોયા છે. પણ એક એવું હેરાન કરનારો કેસ સામે આવ્યો છે જેમાં એક કપલ આકાશમાં સંબંધ બનાવવાં લાગ્યા. જોકે, આમ કરવું તે બંને પર ભારે પડી ગયું. અને બંનેને હોસ્પિટલ ભેગા થવું પડ્યું.


ધ સન ડોટ યૂકેની રિપોર્ટ મુજબ, આ બધુ ત્યારે થયું આ કપલે સ્કાઇ ડાઇવિંગ કરવાનું વિચાર્યું. કપલે જાતે જ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ જોખમ વાળા ગેઇમ્સમાં પાર્ટ લેવાનો નિર્ણય કર્યો. વિલિયમ અને લેસ્લી નામનાં આ જોડી એક વર્ષથી ડેટ કરે છે.


વિલિયમ અને લેસ્લી એકબીજાને કુબ પ્રેમ કરે છે અને તેઓએ સ્કાય ડાઇવિંગમાં પાર્ટ લેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ તેઓએ વિમાનમાં એકબીજાને કિસ કરી અને પેરાશૂટની સાથે બંને બહાર કુદયા હતાં. જે બાદ તેમને લાગ્યું કે અહીં સંબંધ બાધવામાં કંઇ મુશ્કેલ નથી. આકાશમાં સંબંધ બાધવામાં અમને કંઇ મુશ્કેલ ન લાગ્યું.


લેસ્લીને વિશ્વાસ હતો કે તેમાં કંઇ પરેશાની નહીં આવે તેથી અમે આમ કર્યું. અમે બંનેએ બેગી શોટ્સ પહેરાં હતાં. અમે શરૂ કર્યું ત્યારે તો બધુ જ બરાબર હતું પણ થોડી જ વારમાં આ નિર્ણય ખોટો સાબિત થઇ ગયો.


કારણ કે અમે મેદાનની નજીક જઇ રહ્યાં હતાં. વિલિયમે પેરાશૂટ ખોલવાનો પ્રાયસ કર્યો પણ તે ખુલ્યું નહીં અને અમે ધડામથી જમીન પર પડ્યાં. મે પહેલી વખત જ્યારે મારી જાતને જમીન પર જોઇ ત્યારે મને એક વખત માટે એવું જ થઇ ગયું કે, હું મરી ગઇ. અમે જમીન પર જોરથી પટકાયા હતાં વિલિયમના નાકનું હાડકું તુટી ગયું. અને કમરમાં ઇજા આવી હતી. જેમ તેમ અમે હોસ્પિટલ પહોચ્યાં ત્યાં ડોક્ટરે કહ્યું કે, અમને વધુ ગંભીર ઇજા નથી.