રિયા ચક્રવર્તી કરે છે પ્રેત આત્મામાં વિશ્વાસ, તેને સુશાંતનાં જુના ઘરમાં દેખાયા હતાં ભૂતડા
બિહાર પોલીસે (Bihar Police) અત્યાર સુધીમાં આ મામલે ત્રણ લોકોની પૂછપરછ કરી છે. અને સતત આ મામલાની કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહી છે. એક્સક્લુસિવ જાણકારી મુજબ, રિયા ચક્રવર્તી ભૂતો પર વિસ્વાસ (Believe in Ghosts) કરે છે


શિખા ધારીવાલ/એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત સુસાઇડ કેસ (Sushant Singh Rajput Suicide Case)માં દરરોજ નિત નવાં ખુલાસા થઇ રહ્યાં છે બિહાર અને મુંબઇ પોલીસ દંબને જ તેમનાં સ્તરે આ કેસની તપાસ કરી રહી છે. સુશાંત સિંઘ રાજપૂતનાં પિાત દ્વારા દાખલ કરવામાં આવેલી FIR બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને પાંચ અન્ય વ્યક્તિ વિરુદ્ધ કલમ 340, 341, 380, 406, 420 અને 306 હેઠળ આરોપો લગાવવામાં આવ્યાં છે. આ FIR બાદ બિહાર પોલીસ તપાસ માટે મુંબઇ પહોંચી છે. બિહાર પોલીસે હાલમાં આ મામલે ત્રણ લોકોની પૂછપરછ કરી છે અને સતત આ મમલાની કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહી છે. એક્સક્લુસિવ જાણકારી મુજબ, રિયા ચક્રવર્તી ભૂતો પર વિસ્વાસ (Believe in Ghosts) કરે છે


સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કેકે સિંહની FIRનાં આધારે જ પટના પોલીસ કેસમાં આગળ વધી રહી છે. પોલીસની આ તપાસ દરમિયાન આ વાત સામે આવીછે કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ભૂત પ્રેત પર વિસ્વાસ કરતી હતી. અને તેણે જ સુશાંતનાં જૂના ઘરમાં ભૂત જોયાનો દાવો કર્યો હતો.


સુશાંતનાં જૂના ઘરમાં અચાનક ભૂત દેખાવા લાગ્યા હતા આ ભૂત સુશાંતની સાથે સાથે તેનાં ઘરનાં નોકરોને પણ દેખાતા હતાં. હવે સવાલએ ઉઠે છે કે, શું સુશાંતની સાથે ઘરમાં કામ કરનારાની પણ માનસિક સ્થિતિ ખરાબ હતી કે, પછી આ જાણીજોઇને થઇ રહ્યું હતું. હવે આ તમામ કડીઓને જોડવા માટે બિહાર પોલીસ આ મામલાની તપાસ કરશે.


સૂત્રોનાં જણાવ્યાં અનુસારા, સુશાંતનાં પિતાની પાસે કેટલીક ચેટ છે જેમાં સુશાંતે વાત વાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે રિયાએ સુશાંતનો નંબર બદલીને તેને તેનાં પરિવારથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે સુસાંતનાં પિતા આ વાતને લઇને ખૂબજ પરેશાન રહેતા હતાં. તેથી કેટલાંક મહિના પહેલાં તેમની દીકરીને પણ વાત કરવાં સુશાંતનાં ઘરે મોકલી હતી.


આપને જણઆવી દઇએ કે સુશાંતે 14 જૂન 2020નાં રોજ મુંબઇ સ્થિત તેનાં ફ્ટેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે અને તેનાં નિધન પર સવાલ ઉઠ્યા છે. એક તરફ બોલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રુપિઝમને કરાણે સુશાંતે આ પગલું ભર્યુ હોવાની વાત છે તો સુશાંતનાં પિતાનો આરોપ છે કે તેની ગર્લફ્રેન્ડ રિયાને કારણે જ તેણે આત્મહત્યા કરી છે.