90ના દાયકાની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ આજના સમયમાં શું કરી રહી છે તે કોઈને ખબર નથી. આ અભિનેત્રીઓ એક સમયે તેમની સુંદરતા અને ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં રાજ કરતી હતી. 90ના દાયકાની ફિલ્મ હિના, આશિકી, સિર્ફ તુમના ગીતો આજે પણ લોકોને પસંદ છે. 90ના દાયકાના અભિનેતાઓ તો આજના સમયમાં કામ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગની અભિનેત્રીઓ ફિલ્મી પડદેથી ગાયબ છે.

અનુ અગ્રવાલ: અનુ અગ્રવાલના કરિઅરની શરૂઆત સુપરહિટ ફિલ્મ ‘આશિકી’થી થઈ હતી. પરંતુ તેમના જીવનમાં એક ઘટનાએ તેમની જિંદગીને બદલી નાખી હતી અને તે ઘટનાથી બહાર આવી ન હતી. પરંતુ તેમણે એક પુસ્તકમાં તેમના વ્યક્તિગત જીવન વિશે જણાવ્યું છે.

અશ્વિની ભાવે: અશ્વિની ભાવેએ 1991માં ફિલ્મથી શરૂઆત કરી હતી. પરંતુ બોલીવુડમાં તેમને સફળતા ન મળતા તેમણે સાઉથની ફિલ્મો કરવાનું શરૂ કર્યું.

આયશા જુલ્કા: આયશા જુલ્કાએ તેમની ફિલ્મો અને સુંદરતા દ્વારા લોકોના દિલ પર રાજ કર્યું હતું. 1992માં ‘ખિલાડી’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં તેમની ઓળખ બનાવી હતી. પરંતુ તેઓ બોલીવુડમાં લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

નીલમ: અભિનેત્રી નીલમે 90ના દાયકાની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ સલમાન ખાન સાથે ‘એક લડકા એક લડકી’માં જોવા મળ્યા હતા. તેમજ અભિનેતા ગોવિંદા સાથે પણ તેમણે કામ કર્યું છે. પરંતુ તેઓ ફિલ્મોમાં વધુ કામ કરી શક્યા નથી.

મમતા કુલકર્ણી: મમતા કુલકર્ણીએ 90ના દાયકામાં ‘વક્ત હમારા હૈ’ અને ‘કરણ અર્જુન’ જેવી ફિલ્મો કરી હતી. પરંતુ તેમણે નશો કરવાનું શરૂ કરતા તેમનું ફિલ્મ કરિઅર વધુ ટકી શક્યું નહીં.