

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવા દ્વારા ચાહકોના દિલમાં જગ્યા મેળવનાર ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર (Monal Gajjar)એ ગુજરાતી ફિલ્મો સિવાય અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. મોનલ ગજ્જરે તેલુગુ, તામિળ, મલયાલમ ઉપરાંત મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેલુગુ અને તામિળ ફિલ્મોમાં કામ કરનારી મોનલ હવે બિગ બોસ તેલુગુની સીઝન 4નાં ફિનાલે સુધી પહોંચવાની તૈયારીમાં છે. (PHOTO: Instagram/Monal Gajjar)


મોનલને બિગ બોસનાં ઘરમાં 82 દિવસથી વધુનો સમય થઇ ગયો છે. અને તે હજુ પણ આ શોમાં આગળ જાય તેવી પુરેપુરી સંભાવનાઓ છે. ત્યારે બિગ બોસ તેલુગુનાં ઘરમાં એક ગુજરાતી છોકરી કાઠું કાઢી જાય એ શિલ્પા શેટ્ટી બ્રિટિશ બિગ બ્રધરમાં છવાઈ ગઈ હતી એવી સિદ્ધિ બેશક ગણાય. (PHOTO: Instagram/Monal Gajjar)


મોનલે છેલ્લે વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. અને તે સતિશ કૌશિકની સાથે એક હિન્દી ફિલ્મ પણ કરી રહી છે. ત્યારે બિગ બોસ તેલુગુની સિઝન જીતે તે માટે તો સૌ ગુજરાતી તેની વહારે છે. (PHOTO: Instagram/Monal Gajjar)


ગુજરાતની ફેમસ કોલમ સ્પેક્કટોમિટરનાં લેખક જય વસાવડા મોનલ ગજ્જરનાં વખાણ કરતાં લખે છે કે, બિગ બોસ ટાઈપના પ્રોગ્રામો હું તો જોતો જ નથી. પણ ગુજરાતી છોકરી નાગાર્જુન હોસ્ટેડ તેલુગુ બિગ બોસ જીતે તો એમાં નેચરલી આપણને તો ટનબંધ "પોરહ" ચડે જ. નિકટ પરિચય છે, એટલે તો ખરો જ. પણ પોતીકી ફીલિંગે ય આવે નરેન્દ્રભાઇ પીએમ થાય કે ગાંધીજી નોટ પર છપાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પરદેશી સહેલાણીઓ આવે કે ગરબા ઓસ્કારમાં ગવાય કે ઇરફાન-હાર્દિક-ચેતેશ્વર ક્રિકેટ રમે એવો સ્તો. આપણે આમ નવરા બેઠા ઓનલાઈન ઘણું સટરપટર કરીએ છીએ તો નેશનલ ઇન્ટીગ્રેશનના ભાગ રૂપે મોનલ માટે વોટ ન કરી શકીએ ? સપોર્ટ મોનલ. સ્પ્રેડ એન્ડ શેર ધ મેસેજ. મોનલ અત્યારે આગળ છે ને જીતી શકવાના ચાન્સ છે એને. (PHOTO: Instagram/Monal Gajjar)


તો ગુજરાતનું ગૌરવ એવી મોનલ ગજ્જરને આ શો જીતવામાં મદદ કરવા માટે તેને વોટ કરવાનું ન ચુકતા (PHOTO: Instagram/Monal Gajjar)


આ તમામ તસવીરો મોનલ ગજ્જરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram/Monal Gajjar)