બિપાશા બસુની સાથે કરણ સિંહ ગ્રોવરે મનાવ્યો 39મો જન્મ દિવસ, મલદીવ્સમાં રોમેન્ટિક બર્થ ડેનાં જુઓ PHOTOS
શો 'દિલ મિલ ગયે' (Dil Mil Gaye)થી લોકપ્રિયતા મેળવનારા કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover)નો આજે જન્મ દિવસ છે. તે માલદીવ્સમાં તેની પત્ની બિપાશા બસુ સાથે જન્મ દિવસ ઉજવી રહ્યો છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર કરન સિંહ ગ્રોવર (Karan Singh Gover) નો આજે જન્મ દિવસ છે. આ સમયે તેનાં ફેન્સ સોશિયલ મીડિયા પર તેને વધામણા આપી રહ્યાં છે. એક્ટ્રેસ બિપાશા બરુએ પણ પતિને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. તેણે hubby કરન સિંહ ગ્રોવરની સાથે ફોટો શેર કર્યો છેઅને તેને બર્થ ડે વીશ કરી છે. (PHOTO: Instagram/bipashabas)


બિપાશાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેની અને કરનની બોન્ડિંગ જોવા મળી છે. તેણે ફોટોની કેપ્શમાં લખ્યું છે 'વર્ષનો આ મારો બીજો પસંદીદા દિવસ છે. હેપી બર્ત ડે કરણ. આઇ લવ યૂ. બનેએ તેમનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એકબીજાની સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે. ' (PHOTO: Instagram/bipashabas)


કરનનો આજનાં દિવસે 1982માં દિલ્હીમાં જન્મ થયો હતો પણ તેણે સ્કૂલનું ભણતર સાઉદી અરબ (Saudi Arab)માં થયું છે. (PHOTO: Instagram/bipashabas)


કરણે હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધા બાદ માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તરીકે કામ કર્યુ હતું. (PHOTO: Instagram/bipashabas)


કરણ લૂકમાં સરસ લાગે છે.તે મોડલિંગમાં કરિયર બનાવવાં અંગે વિચારતો હતો જે બાદ તેણે વર્ષ 2004માં મોડલિંગ કરિયરની શરૂઆત કરી. તેણે મોસ્ટ પોપ્યુલર મોડલનો એવોર્ડ જીત્યો છે. (PHOTO: Instagram/bipashabas)


તેણે MTVનાં શો કિતની મસ્ત હૈ યે જિંદગીથી તેની એક્ટિંગની શરૂઆત કરી હતી. તેણે સ્ટાર વનનાં શો 'દિલ મિલ ગયે'થી લોકપ્રિયતા મળી હતી. (PHOTO: Instagram/bipashabas)


કરણનું નામ ઘણી યુવતીઓ સાથે જોડાયું. બાદમાં કરણે વર્ષ 2008માં ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા. તેમનાં લગ્ન માંડ 10 મહિના ચાલ્યાં. (PHOTO: Instagram/bipashabas)