દીયા મિર્ઝાને જ્યારે એકે પ્રેગ્નેન્સીનાં ટાઇમિંગ પર કર્યો સવાલ, એક્ટ્રેસે આપ્યો જવાબ
એક વ્યક્તિએ દિયાને (Dia Mirza)સવાલ કર્યો કે, આ સ્ટીરિયોટાઇપ ક્યાં સુધી ચાલશે કોઇ મહિલા તેનાં લગ્નનાં પહેલાં તેમની પ્રેગ્નેન્સી (Dia Mirza Pregnancy) કરી શકતી. કેમ એક મહિલા લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ નથી થઇ શકતી?


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ દીયા મિર્ઝા (Dia Mirza) તેનાં એક્ટિંગ કરિઅરથી વધુ તેનાં કૂલ અને પોલાઇટ નેચર માટે જાણીતી છે. હાલમાં તેણે તેનાં જીવનની નવી શરૂઆત કરી છે. પતિ વૈભવ રેખી સાથે તે લગ્ન બાદનાં એક મહિના બાદ પ્રેગ્નેન્સીની (Dia Mirza Pregnancy) જાહેરાત કરી છે. જેનાં પર તે હાલમાં ટ્રોલ થઇ છે. એકે દિયાને તેની પ્રેગ્નેન્સીનાં ટાઇમિંગ પર સવાલ કરી દીધો છે. જેનાં પર દિયા મિર્ઝાએ વિસ્તારથી પ્રતિક્રિયા આપી છે.


એક વ્યક્તિએ દિયાને સવાલ કર્યો કે, આ સ્ટીરિયોટાઇપ ક્યાં સુધી ચાલશે કોઇ મહિલા તેનાં લગ્નનાં પહેલાં તેમની પ્રેગ્નેન્સી કરી શકતી. કેમ એક મહિલા લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ નથી થઇ શકતી?


જેનો જવાબ આપતાં દિયાએ કહ્યું કે, રોચક સવાલ- પહેલાં તો આ વાત સમજવી જરૂરી છે કે અમે લગ્ન એટલે નથી કર્યાં કે અમને બાળકો જોઇએ છીએ. અમે લગ્ન એટલે કરીએ છીએ કારણ કે આપણે આપસી સહમતિથીથી નક્કી કરીએ છીએ કે આપણે સાથે જીવન વિતાવવું છે. જ્યારે અમે લોકો અમારાં લગ્ન પ્લાન કરી રહ્યાં હતાં. ત્યારે મને જાણ થઇ કે હું પ્રેગ્નેન્ટ છું. તો મેરેજનો પ્લાન તો અમારો પહેલેથીત જ હતો. લગ્નને મારી પ્રેગ્નેન્સીથી કોઇ લેવાદેવા નથી.


આપણે ત્યાં સુધી પ્રેગ્નેન્સીની જાહેરાત ન કરી શકીએ જ્યાં સુધી મેડિકલ રિઝન્સથી આપણે સેફ ન થઇ જઇએ. આ મારા જીવનની સૌથી મોટી ખુશખબરી છે. મે આ માટે ન જાણે કેટલાં વર્ષો રાહ જોઇએ છે. કોઇ સવાલ જ નથી ઉઠતો કે મેડિકલ રિઝન્સ સિવાય હું મારી પ્રેગ્નેન્સી છુપાવી રાખું.


આ ઉપરાંત દિયાએ કહ્યું કે, મા બનવું દુનિયાની સૌથી મોટી ગિફ્ટ છે. આ ફિલિંગને જાહેર કરવામાં કોઇ પ્રકારની શરમ ન હોવી જોઇએ. એક મહિલા હોવાન કારણે આપણી પોતાની ચોઇસનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઇએ. આપણે સિંગલ રહેવું છે, પેરેન્ટ્સ બનવું છે, બાળક જોઇએ છે કે લગ્ન કરવા છે.. આ બધુ જ આખરે આપનાં દ્વારા લેવાયેલો નિર્ણય જ હોય છે.


હવે એક સમાજ તરીકે કેટલાંક સ્ટીરિયોટાઇપ્સ તોડવાનો સમય આવી ગયો છે. આ વિચારવાની જગ્યાએ કે શું સારુ લાગે છે અને શું નહીં હવે આપણે એ વિચારવાનું છે કે શું ખોટું છે અને શું સાચું