BiggBoss 14: કયા પાર્ટિસિપટન્સને મળી કેટલી સેલરી? સલમાનની એક વીકની કેટલી હતી ફી?
રિયાલિટી શોમાં એક સ્ટિન્ટ શા માટે સ્ટાર્સને આકર્ષે છે. The Khabriએ બિગબોસ14 (BigBoss 14) ના સ્પર્ધકોના પગાર જાહેર કર્યા અને ખરેખર આ રકમ ચોંકાવનારી છે..!! રીપોર્ટ અનુસાર શહેઝાદ દેઓલ (Shehzad Deol)નો પગાર સૌથી ઓછો હતો, જ્યારે રુબીના દિલૈક (Rubina Dilaik)ને સૌથી વધુ પગાર મળ્યો હતો.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ક્યારેય વિચાર્યું છે કે બિગ બોસ (Bigg Boss)ના પ્રતિસ્પર્ધી કેમ એવા ઘરમાં જવા માની જાય છે, જ્યાં તમેને પરિવારથી દુર રહેવું પડે, પોતાની લાઈફસ્ટાઈલ છોડવી પડે, દુનિયાથી અલગ થઈને એક જ ઘરમાં પુરાઈને રહેવું પડે, પોતાના મિત્રો અને જીવનથી દૂર થઈ જવું પડે? જોકે તેની પાછળનું કારણ છે પૈસા. તેઓને આ બધી વસ્તુઓ, લાગણીઓ ત્યજીને ઘરમાં રહેવા મોટી રકમ ચૂકવવામાં આવે છે.


ધ ખબરી ચેનલ (The Khabri channel) પાસે અમુક કારણો છે કે કેમ રિયાલિટી શોમાં એક સ્ટિન્ટ શા માટે સ્ટાર્સને આકર્ષે છે. The Khabriએ બિગબોસ14 (BigBoss 14) ના સ્પર્ધકોના પગાર જાહેર કર્યા અને ખરેખર આ રકમ ચોંકાવનારી છે..!! રીપોર્ટ અનુસાર શહેઝાદ દેઓલ (Shehzad Deol)નો પગાર સૌથી ઓછો હતો, જ્યારે રુબીના દિલૈક (Rubina Dilaik)ને સૌથી વધુ પગાર મળ્યો હતો.


તમામ પાર્ટિસિપટન્સને સારૂં વેતન મળી રહ્યું હતું, ત્યારે બિગબોસના પૂર્વ સ્પર્ધકો ‘તૂફાની સીનિયર્સ’ (toofani seniors)ને અન્ય કરતા વધુ વળતર મળી રહ્યું હતુ. તો ચાલો આવો જોઈએ આપણે કે આ ગ્રાન્ડ રિયલ્ટી શોમાં હાજર થવા પ્રતિ સપ્તાહ સ્પર્ધકોને કેટલી રકમ બિગબોસ તરફથી મળતી હતી.


ભાઈજાનને કેટલા ચૂકવાયાં? સૌની નજર સલમાનની સેલરી પર મંડાયેલી છે, તો તમને જણાવીએ કે સલમાન ખાનનો એક્ઝેટ પગાર જાહેર કરવામાં નથી આવ્યો. જોકે અહેવાલો મુજબ સલમાનની ફીસ પહેલીવાર શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારથી નોંધપાત્ર વધી ગઈ છે. જોકે કોરોના મહામારીને કારણે સલમાને સામે ચાલીને જ પગાર કાપ સ્વીકાર્યો છે કે જેથી શૉ વ્યવસ્થિત ચાલી શકે અને ક્રૂને યોગ્ય પગાર ચૂકવાઈ શકે. એન્ડેમોલ શાઇન ઇન્ડિયા (Endemol Shine India)ના સીઈઓ અભિષેક રેગ સાથે લોન્ચિંગ ઈન્વેટ વખતે સલમાન ખાને કહ્યું હતું કે, હું પણ પોતાની સેલરી કટમાં ખુશ છું કે જેથી દરેકને યોગ્ય અને સમયસર પગાર મળી શકે.