ખાખીનો ખૌફ ખતમ, દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ


Updated: November 23, 2022, 9:21 PM IST
ખાખીનો ખૌફ ખતમ, દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ
દાદરા નગર હવેલીમાં ખાખીનો ખૌફ ખતમ

Khakhi Khauf is Over: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ખાખીનો ખૌફ ખતમ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રદેશના આમલી વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા.

  • Share this:
ભરત પટેલ, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ખાખીનો ખૌફ ખતમ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રદેશના આમલી વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. લૂંટારુઓ હથિયારની અણીએ દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં જ દાદરા નગર હવેલીની પોલીસ સ્થળ પર પહોંચી હતી.

ધોળે દિવસે હથિયારદારી લૂંટારુઓ ત્રાટક્યા


આ સાથે જ પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ આમલી વિસ્તારમાં આભૂષણ નામના એક જ્વેલરી શોપમાં ધોળે દિવસે હથિયારદારી અને બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. સૌ પ્રથમ લૂંટારાઓએ દુકાનમાં હાજર કર્મચારીને હથિયાર બતાવી અને ધમકાવી અને ત્યારબાદ દુકાનમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: પૈસાની લાલચમાં આવીને મેનેજરએ મિત્ર સાથે મળી કર્યું આવું કામ,

લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓ ફરાર


મળતી માહિતી મુજબ આ ઘટનાને અંજાબ આપવામાં ત્રણ લૂંટારુઓ આવ્યા હતા. તેઓના મોઢા પર બુકાની બાંધવા હતી જેથી તેમની ઓળખ થઈ શકી નથી. તેઓના હાથમાં હથિયાર હતા અને લૂંટ ચલાવ્યા બાદ બાઈક પર જ તેઓ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને આ ઘટના પગલે પોતાની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: આજે પણ આ ધારાસભ્યના ઘરે ચૂલા પર બને છે જમવાનું

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. લૂંટારુઓનું પગેરું મેળવવા માટે દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળે દિવસે લૂંટ ચલાવી અને પ્રદેશની પોલીસને પડકાર ફેંક્યો હતો. જોકે ફરાર થઈ ગયેલા લૂંટારુઓ પોલીસના હાથે ક્યારે લાગે છે તે જોવાનું છે.
Published by: Vimal Prajapati
First published: November 23, 2022, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading