સુરતમાં ક્રાઇમનું વધ્યું જોર? મિત્રોએ જ કરી મિત્રની હત્યા અન્ય કિસ્સામાં સ્થાનિકોએ માર મારતા યુવકનું મોત


Updated: September 28, 2022, 10:58 AM IST
સુરતમાં ક્રાઇમનું વધ્યું જોર? મિત્રોએ જ કરી મિત્રની હત્યા અન્ય કિસ્સામાં સ્થાનિકોએ માર મારતા યુવકનું મોત
Surat Crime News: મરનાર યુવક મોબાઈલ ચોરીનું કામ કરતો હતો. મોબાઈલ મામલે થયેલા ઝઘડામાં તેના જ મિત્રોએ તેની હત્યા કરી.

Surat Crime News: મરનાર યુવક મોબાઈલ ચોરીનું કામ કરતો હતો. મોબાઈલ મામલે થયેલા ઝઘડામાં તેના જ મિત્રોએ તેની હત્યા કરી.

  • Share this:
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં દિવસેને દિવસે ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે. ત્યારે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની અદાવતમાં રાજા વર્મા નામના યુવકની ચપ્પુના મારી કરવી હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યા મામલે પોલીસે તેના જ બે મિત્રો સંજીવ અને જીવનની ધરપકડ કરી છે. યુવાનો વચ્ચે કોઈ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યુ છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ વિસ્તારમાં દર બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતી હોય છે ત્યારે રાજા વર્મા અને તેનો મિત્ર સંદીપ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સંજીવ અને જીવન નામના બે મિત્રો કે જે તેની સાથે મોબાઇલ સ્નેચિંગનું કામ કરતા હતા તે અચાનક દોડી આવ્યા હતા અને રાજા વર્મા ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

સમગ્ર વિસ્તારમાં મરનાર યુવાને પોતાનો જીવ બચાવવા માટે નજીકની ગલિયોમાં દોડધામ કરી હતી. જોકે, આ યુવક પર તેનાજ મિત્રએ ઘાતક હથિયારો લઈ હુમલો કરતા રાજાને ગંભીર ઇજા થવા પામી હતી. રાજા વર્માને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવે તે પહેલા તેનું મોત થવા પામ્યું હતુ.

સુરત: દોઢ કરોડનું કાપડ લઇને ફરાર થયેલો આરોપી 6 વર્ષે રાજસ્થાનથી ઝડપાયો

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરી હતી. તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક અસરથી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હત્યારાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા બે ઈસમોને પોલીસે ઝડપી પડ્યા હતા. જોકે આરોપી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી ઘટનામાં થયેલા ઝગડામાં આ હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બને ઈસમો ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના 'યુનાઇટેડ વે'ના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે પણ હોબાળો

અન્ય કિસ્સામાં સ્થાનિકોએ માર મારતા યુવકનું મોત


સુરતના અમરેલી વિસ્તારમાં એક યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને ઢોર માર્યો હતો. જોકે, માર માર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું કરુણ મોત થયું હતું.

સીસીટીવી


યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન આ યુવકને માર મારવાના નિશાનો મળી આવ્યા હતા અને માર મારવાની લઈને તેનું મોત થયા હોવાની વિગતો સામે આવતા અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી બનાવવાની જગ્યા પર પહોંચી હતી. સીસીટીવી તપાસ કરતા યુવકને માર મારવામાં આવ્યા હોવાથી વિગતો સામે આવી હતી.

જોકે, પોલીસે સીસીટીવીના આધારે સાત લોકોની ધરપકડ કરી તેમના વિવિધ હત્યાના ગુનો દાખલ કરી વધુ તપાસ અમરોલી પોલીસે શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2022, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading