સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેક્સ ચોરી કરી આઈફોન મોબાઈલ વહેંચતા બે લોકોને ઝડપી પાડયા


Updated: January 29, 2023, 5:40 PM IST
સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેક્સ ચોરી કરી આઈફોન મોબાઈલ વહેંચતા બે લોકોને ઝડપી પાડયા
ઓછા ભાવે વેચતા હતા આઈફોન

Surat Crime Branch: વિદેશથી લાવવામાં આવેલા આઈફોન કંપનીના રૂપિયા 92.25 લાખના મોબાઈલ સહિત સ્માર્ટ વોચ સાથે બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 238 નંગ મોબાઈલ-સ્માર્ટવોચ કબ્જે કરાયા.

  • Share this:
સુરત: સુરતના બે યુવકો વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ ફોન મંગાવી દિલ્લી ખાતેથી બોક્સ મંગાવી આઈ.એમ.ઈ.આઈ નંબર કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને ઓરીજનલ મોબાઈલ ફોનનાં બીક્સ જેવા બારકોડ મારી વહેંચતા ઈસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા. સુરત પોલીસ છેલ્લા ઘણા સમયથી ગુનેગારોને પકડી પાડવામાં સફળ રહી છે.

સુરત ક્રાઈમ બાન્ચની કાર્યવાહી


સુરતમાં અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવે છે. તેવામાં ફરી વખત બે ભેજાબાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા હતા. વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા. જેથી કસ્ટમ અને ટેક્સ ના ભરવો પડે. ત્યારબાદ દિલ્લી ખાતેથી એપલ કંપનીના હૂબહૂ નકલ કરાયેલા બોક્સ પણ લૂઝ પેકિંગમાં મંગાવતા હતા. આ પછી બોક્સને સુરત લાવી તેમાં એપલ કંપનીના મોબાઈલ બોક્સ પર સ્ટીકરો પણ લગાવવામાં આવતા હતા.

આ પણ વાંચો: સુરતના અમરોલી વિસ્તારમાં પુત્રએ કરી પિતાની ઘાતકી હત્યા, પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ

બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી


ઉલ્લેખનીય છે કે, તે લોકો સીરિઝ નંબર પણ કોપી મારી લગાવતા હતા. આ સાથે લેપટોપમાં ટાઈમ કરી આઈ.એમ.ઈ.આઈ નંબર પણ લગાવવામાં આવતા હતા. આરોપીઓ જરૂરી એસેસરીઝ પણ બોક્સંમા નાખી મોબાઈલ ફોન બજાર કિંમત કરતા ઓછા ભાવે વગર બિલ આપતા હતા. જે બાતમી ક્રાઈમ બ્રાન્ચ પોલીસને માહિતી મળતા પોલીસે અડાજણ વિસ્તાર આવેલ ઋષભ ચાર રસ્તા પર આવેલી સંગીની મેગ્નેસ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ 314માં આવેલી મોબીકેર સર્વિસીસ નામની દુકાન માં રેડ કરી હતી.આ પણ વાંચો: સાડા નવ લાખ યુવાનોની મહેનત પર રૂપિયા 30 હજાર ભારે પડ્યા, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા

ઓછા ભાવે વેચતા હતા આઈફોન


આ રેટ દસમિયાન પોલીસને એપલ કંપનીના 238 મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત 73,57,000 થાય છે, આ સાથે જ દુકાનમાં રહેલી 61 નંગ 17,80,000 ની કિંમત ની સ્માર્ટ વોચ, યુ.એસ.બી ચાર્જર, લેપટોપ, એપલ કંપનીના ખાલી બોક્સ સહિત બે ઈસમ ફઈમ ફાતિમ મોતીવાળા અને સઈદ ઇબ્રાહિમ પટેલ ને ઝડપી પાડયા હતા.સાથેજ સુરત પોલીસે એપલ કંપની ને પણ આ વાત ની જાણ કરતા એપલ કંપની ટિમ પણ રવાના થઈ ગઈ હતી. હાલ એપલ કંપનીની ફરિયાદ ના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
Published by: Vimal Prajapati
First published: January 29, 2023, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading