સુરતમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત રેડ કરી કરોડોની ડુપ્લીકેટ નોટ સાથે છ લોકોને ઝડપી પાડ્યા


Updated: January 29, 2023, 6:16 PM IST
સુરતમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત રેડ કરી કરોડોની ડુપ્લીકેટ નોટ સાથે છ લોકોને ઝડપી પાડ્યા
6 આરોપીની ધરપકડ

Surat ATS and SOG joint raid:સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગમાં ત્રીજા માળે એટીએસ અને સુરત એસ.ઓ.જીએ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી. પોલીસે કરોડોની નોટ સાથે 6 જેટલા આરોપીની ધરપકડ કરી હતી.

  • Share this:
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગમાં ત્રીજા માળે એટીએસ અને સુરત એસ.ઓ.જીએ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી. પોલીસે કરોડોની નોટ સાથે 6 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. લોકોને છેતરી ઉપર નીચે ઓરીજનલ નોટ મૂકી વચ્ચે ડુપ્લીકેટ નોટ મૂકી છેતરપીંડી અચરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમીના આધારે પાડી હતી રેડ


સુરતમાં અનેક વખત ડુપ્લીકેટ નોટ ઝડપાઇ હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. તેવામાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ 99 શોપિંગમાં ત્રીજા માળે એક ઓફિસમાં ડુપ્લીકેટ નોટ હોવાની એટીએસ અને સુરત એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી. જેથી સંયુક્ત રેડ કરી દુકાનમાંથી 4 કરોડ 84 લાખ 35 હજારની ડુપ્લીકેટ 2000 અને 500ના દરની નોટો ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે 16 લાખ અસલી રોકડા પકડી પાડયા હતા.આ

આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેક્સ ચોરી કરી આઈફોન મોબાઈલ વહેંચતા બે લોકોને ઝડપી પાડયા

કરોડોની નકલી નોટો સાથે છ લોકોની ધરપકડ


આ મામલે પોલીસે તપાસ કરતા 50 ગોલ્ડની અને 10 સિલ્વરની લગડી પણ મળી આવી હતી. પોલીસે રેડ કરી કુલ 6 આરોપી ઝડપી પાડયા હતા. લોકોને બોલાવી નવી નોટ આપવાનું બહાનું કરી નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા હતા. અત્યાર સુધી ચાર જેટલા લોકો સાથે નોટની ચર્ચા ચાલતી હતી. પરંતુ હજુ સુધી કોઈ સાથે ડીલ થઈ ના હતી. આ લોકો ઓછા રૂપિયામાં ગોલ્ડ આપવાની પણ લોભામણી જાહેરાત કરતા હતા. જેથી ડુપ્લીકેટ ગોલ્ડ પણ રાખતા હતા.આ પણ વાંચો: સુરતના અમરોલી વિસ્તારમાં પુત્રએ કરી પિતાની ઘાતકી હત્યા, પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ

આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, આ ગેંગના મુખ્ય આરોપી મનસુખ ભાઈ અગાઉ એક ચિટિંગના આરોપી સાથે મળી અને કામ કરતા હતા. જોકે તે આરોપીનું મોત થઈ ગયું હતું. તેમની પાસેથી ટિપ્સ મેળવી આ ગેંગ છેતરપીંડી અચરતા હતા. પોલીસે આ મામલે 6 ઈસમની ધરપકડ કરી 4 કરોડ 84 લાખ 35 હજારની ડુપ્લીકેટ નોટ તેમજ 16 હજારની ઓરીજનલ નોટ ઝડપી પાડી હતી. સાથે જ 50 સોના અને 10 ચાંદીની લગડી પણ ઝડપી પાડી હતી.
Published by: Vimal Prajapati
First published: January 29, 2023, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading