સારું થયું વર્લ્ડકપમાં ન રમાડયો! ખુદ ઉમરાન મલિકનાં પપ્પા બોલ્યા આવુ, જાણો શું કહ્યુ


Updated: November 27, 2022, 11:39 AM IST
સારું થયું વર્લ્ડકપમાં ન રમાડયો! ખુદ ઉમરાન મલિકનાં પપ્પા બોલ્યા આવુ, જાણો શું કહ્યુ
ઉમરાન મલિકના પિતાનું નિવેદન

Umran Malik Father: ઉમરાન મલિકના વન-ડે પદાર્પણ બાદ તેના પિતાજીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે સારું થયું કે ઉમરાનને વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન મળ્યું.

  • Share this:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ડેબ્યું કર્યું હતું. ઉમરાને આ મેચમાં પોતાની બોલિંગથી ખરેખર ઇમ્પ્રેસ કર્યા હતા. ઉમરાનનાં શાનદાર પ્રદર્શન બાદ તેના પિતાજીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે સારું થયું કે ઉમરાનને વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન મળ્યું.

શા માટે કહ્યું આવું?

ઉમરાન મલિકનાં પ્રથમ વન-ડે પદાર્પણ મેચમાં જ 10 ઓવરમાં 66 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ રીતે તે મેચનો સૌથી સફળ બોલર પુરવાર થયો હતો. ઉમરાનનાં આ પ્રદર્શન બાદ તેના પિતાએ કહ્યું હતું કે તેને વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન મળ્યું એ સાચો નિર્ણય હતો કારણ કે તે હજુ ઘણું શીખી રહ્યો છે અને ઘણું બધુ શીખવાનું બાકી છે.

જે જ્યારે થવું જોઈએ ત્યારે જ થવું જોઈએ

ઉમરાન મલિકનાં પિતાએ કહ્યું હતું કે, જનાબ! લોકો કહેતા હતા કે વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન મળ્યું, પણ હું કહું છું કે સારું જ થયું ન મળ્યું તો. જે જ્યારે થવું જોઈએ ત્યારે જ થવું જોઈએ. કોઈ વસ્તુ માટે પાછળ ભગવાઈન જરૂર નથી. ઉમરાનની ઉંમર પણ શીખવાની છે. અનુભવી ખેલાડીઓ સાથે તે ડ્રેસિંગ રૂમ શેર કરે છે. તે જઈને ઘણું શિખશે અને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.

પ્રથમ વન-ડેમાં સાત વિકેટે પરાજયભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો છે. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસન અને ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં અનુક્રમે 94 અને 145 રન બનાવ્યા હતા જેના થકી ટીમ આસાનીથી જીતી ગઈ હતી.

આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ ODIમાં મેચ દરમ્યાન 9 દર્શકોએ ગુમાવ્યો હતો જીવ, છતાં મેચ ચાલતી રહી

IPL માં શાનદાર પ્રદર્શનથી ચમક્યો

મેચમાં કેપ્ટન શિખર ધવને બે નવા ખેલાડીઓને વન-ડે ક્રિકેટમાં ડેબ્યું કરાવ્યુ હતું. આ બે ખેલાડીઓ એટ્લે અર્શદીપ સિંઘ અને ઉમરાન માલિક. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે તેને તક મળી હતી. ઉમરાન IPL માં તેના શાનદાર પ્રદર્શનથી ચમક્યો હતો અને પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઉમરાન મલિકને ટીમમાં નહોતો લીધો. ફાસ્ટ બોલિંગ થોડી નબળી લાગી રહી હતી ત્યારે જ ભારતીય ક્રિકેટ ફેંસમાં માંગ ઉઠી હતી કે ઉમરાનને ટીમમાં સ્થાન આપવામાં આવે. હવે ચાહકોની માંગ પૂરી થઈ ગઈ છે. અમુક બેટ્સમેન પણ સતત નિષ્ફળ જઇ રહ્યા છે ત્યારે સંજુ સેમસનને તક આપવા માટે માંગ કરવામાં આવી રહી હતી અને પ્રથમ વન ડેમાં તે પણ રમતો દેખાયો હતો.
Published by: Mayur Solanki
First published: November 27, 2022, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading