IPL History : આઈપીએલનો ઈતિહાસ, જુઓ કયા વર્ષમાં કઈં ટીમ કેવી રીતે જીતી હતી
News18 Gujarati Updated: May 30, 2022, 7:56 AM IST
આઈપીએલનો ઈતિહાસ
IPL History : આઈપીએલના ઈતિહાસમાં કઈ ટીમે કયા વર્ષે ખિતાબ જીત્યો? તમને જણાવી દઈએ કે, 2008થી આઈપીએલ સિઝન રમવામાં આવી રહી છે, પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી.
IPL History : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે ફાઈનલ મુકાબલો થયો જેમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી આઈપીએલ 2022નો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટીંગ કવાનો નિર્ણય લઈ 20 ઓવમાં 09 વિકેટે 130 ન બનાવ્યા હતા, જેની સામે ગુજરાત ટાઈટન્સે 3 વિકેટના નુકશાને 18.1 ઓવરમાં 133 રન બનાવી શાનદાર જીત પ્રાપ્ત કરી છે. તો જોઈએ કે આઈપીએલના ઈતિહાસમાં કઈ ટીમે કયા વર્ષે ખિતાબ જીત્યો?
IPL - 2008
આઈપીએલની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. પ્રખ્યાત લેગ સ્પીનર વો્નની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવી જીત મેળવી હતી
IPL - 2009
આઈપીએલની બીજી સિઝન ડેક્કન ચાર્જિસ હૈદરાબાદે પોતાના નામે કરી હતી, તેણે રોયલ ચેલેન્જર્સને 6 નથી હારાવી આઈપીએલ 2009નો ખિતાબ જીત્યો હતો.
IPL - 2010ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં મુંબઈને 22 રને હરાવ્યું હતુ
IPL - 2011
આપીએલની ચોથી સિઝનમાં ચેન્નાઈ સુપ કિંગ્સે ફરી એકવાર જીત મળવી અને આ વખતે તેણે રોયલ ચેલેન્જ બોંગ્લોરને 58 રનથી હારાવ્યું
IPL - 2012
કોલકત્તા નાઈટ રાઈડ્સે ગૌતમ ગંભીરની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હારાવી આઈપીએલ 2012નો ખિબ પોતાના નામે કર્યો હતો.
IPL - 2013
મુંબઈ ઈન્ડીયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 23 રને હારાવ્યું હતુ
IPL - 2014
કોલકત્તા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 વિકેટે હારાવી 2014નો ખિતાબ જીત્યો હતો
IPL - 2015
મુંબઈ ઈન્ડીયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 41 રને હારાવ્યું હતુ
IPL - 2016
સનરાઈઝર્સ હૈદ્રાબાદે રોયલ ચેલેન્જર્સ બોંગ્લોરને 8 રનથી હારાવ્યું હતુ
IPL - 2017
મુંબઈ ઈન્ડીયન્સે પુણે જાયન્ટસને એક રનથી હરાવ્યું હતુ
IPL - 2018
ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
IPL - 2019
મુંબઈ ઈન્ડીયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો
IPL - 2020
મુંબઈ ઈન્ડીયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હારાવ્યું હતુ
IPL 2021
ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને 27 રને હરાવ્યું હતું
IPL 2022
ગુજરાત ટાઈટન્સે હા્દિક પંડ્યાની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી શાનદાર જીત મેળવી છે.
Published by:
kiran mehta
First published:
May 29, 2022, 11:42 PM IST