સચિન તેંડુલકરે પીચ ક્યુરેટરને ભેટમાં પોતાની સાઈનવાળી ટી-શર્ટ અને બોલ આપ્યાં
News18 Gujarati Updated: September 20, 2022, 2:42 PM IST
સચિન તેંદુલકર (ફાઈલ ફોટો)
મધ્યપ્રદેશ ક્રિકેટ સંગઠન(એમપીસીએ)ના મુખ્ય ક્યૂરેટર સમંદર સિંહ ચોહાણે મંગળવારે કહ્યું કે મહાન બેસ્ટમેન સચિન તેંડુલકરે તેમને ઈન્દોરમાં ખાસ ભેટ તરીકે પોતાના ઓટાગ્રાફ વાળી ટી-શર્ટ અને બુટ આપ્યા છે. ચૌહાણના જણાવ્યા મુજબ તેંડુલકરે તેમને આ ભેટ તે બોલના બદલે આપી જેનાથી માસ્ટર બ્લાસ્ટરે 12 વર્ષ પહેલા ગ્વાલિયરમાં આંતરરાષ્ટ્રીય વનડે ઈતિહાસની પ્રથમ સદી ફટકારી હતી.
ઈન્દોરઃ મધ્યપ્રદેશ ક્રિકેટ સંગઠન(એમપીસીએ)ના મુખ્ય ક્યૂરેટર સમંદર સિંહ ચોહાણે મંગળવારે કહ્યું કે મહાન બેસ્ટમેન સચિન તેંડુલકરે તેમને ઈન્દોરમાં ખાસ ભેટ તરીકે પોતાના ઓટાગ્રાફ વાળી ટી-શર્ટ અને બુટ આપ્યા છે. ચૌહાણના જણાવ્યા મુજબ તેંડુલકરે તેમને આ ભેટ તે બોલના બદલે આપી જેનાથી માસ્ટર બ્લાસ્ટરે 12 વર્ષ પહેલા ગ્વાલિયરમાં આંતરરાષ્ટ્રીય વનડે ઈતિહાસની પ્રથમ સદી ફટકારી હતી.
સચિન છેલ્લા ચાર દિવસથી ઈન્દોરમાં હતો
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટની T20 મેચોના સંદર્ભમાં સચિન છેલ્લા ચાર દિવસથી ઈન્દોરમાં હતો. આ ટુર્નામેન્ટમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોથી બનેલી અલગ-અલગ દેશોની ટીમની વચ્ચે મેચ થઈ રહી છે અને તેમાં તેંડુલકર ઈન્ડિયા લીજેન્ડ્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. સોમવારે રાત્રે ઈન્ડિયા લેજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ લિજેન્ડ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા પછી સચિને તેને તેની ટીમના ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો અને તેને ખાસ ભેટ તરીકે તેના ઓટોગ્રાફ સાથે શૂઝ અને ટી-શર્ટ આપી હતી. જો કે તેંડુલકરની આ ભેટ સાથે એક રસપ્રદ ઘટના જોડાયેલી છે.
બોલ જોઈને સચિન પ્રફુલ્લિત થઈ ગયો
એમપીસીએના ચીફ ક્યુરેટરે જણાવ્યું કે સચિન રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે પહોંચ્યો, ત્યારે તે ગ્વાલિયરમાં વર્ષ 2010માં તેમના દ્વારા મારવામાં આવેલી બેવડી સદીના સાક્ષી એવા બોલને લઈને સચિન પાસે પહોંચ્યા હતા. તેમણે આ બોલ પર ઓટોગ્રાફ આપવા માટે સચિનને વિનંતી કરી હતી. ચૌહાણે કહ્યું કે બોલને જોતા જ સચિન પ્રફુલ્લિત થયા હતા અને પૂછ્યું હતું કે શું આને હું તેમને ભેટ તરીકે આપી શકુ છું? હું તરત જ આ બાબતે સહમત થઈ ગયો હતો, કારણ કે આ મારા માટે એક અવસર સમાન હતું.
ક્યુરેટરને 40 વર્ષથી વધુનો પીચ તૈયાર કરવાનો અનુભવ
તેણે કહ્યું કે 12 વર્ષ પહેલા ગ્વાલિયરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વન-ડે મેચ બાદ તેણે તેંડુલકરના બેવડી સદીના રેકોર્ડ સાથે જોડાયેલા બોલને યાદગીરી તરીકે સાચવી રાખ્યો હતો. વિકેટ તૈયાર કરવાનો 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ક્યુરેટરે જણાવ્યું કે તેંડુલકરે ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમમાં જે પીચ પર આ રેકોર્ડ બનાવ્યો હતો તે તેને તેણે તૈયાર કરી હતી.
Published by:
Vrushank Shukla
First published:
September 20, 2022, 2:21 PM IST