જાવેદ મિયાંદાદનું ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન,'ટીમ ઇન્ડિયાને ICC ની બહાર કરો'

News18 Gujarati
Updated: February 6, 2023, 7:13 PM IST
જાવેદ મિયાંદાદનું ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન,'ટીમ ઇન્ડિયાને ICC ની બહાર કરો'
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ગુસ્સામાં ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

જાવેદ મિયાંદાદે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "હું પહેલા પણ કહેતો હતો, જો તમે ન આવો તો ભાડમાં જાઓ. અમને કોઈ ફરત પડતો નથી. અમે અમારી ક્રિકેટ મળી રહી છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર, પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાનીનો અધિકાર છીનવાઇ શકે ચે. આ ટુર્નામેન્ટ UAEમાં યોજાઈ શકે છે. એક તરફ BCCI ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી તો બીજી તરફ PCB યજમાની કરવા તૈયાર છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ગુસ્સામાં ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

જાવેદ મિયાંદાદે આકરા શબ્દોમાં ટીપ્પણી કરી હતી કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભારતને બહાર ફેંકી દેવું જોઈએ. હકીકતમાં બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે ગયા વર્ષના અંતમાં કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સુરક્ષા કારણોસર પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો અમારી ટીમ ત્યાં નહીં જાય.

આ પણ વાંચો: ભારતનું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ આત્મહત્યા કરવા આવે છે

શું કહ્યું જાવેદ મિયાંદાદે?

જાવેદ મિયાંદાદે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "હું પહેલા પણ કહેતો હતો, જો તમે ન આવો તો ભાડમાં જાઓ. અમને કોઈ ફરત પડતો નથી. અમે અમારી ક્રિકેટ મળી રહી છે. આ આઈસીસીનું કામ છે. જો ICC આ બાબતોને નિયંત્રિત કરી શકતું નથી, તો સંચાલક મંડળ પાસે કોઈ કામ નથી. દરેક દેશ માટે એક ICC નિયમ હોવો જોઈએ. જો આવી ટીમો ન આવે, ભલે તે ગમે તેટલી મજબૂત હોય, તમારે તેમને બહાર કરી દેવી જોઈએ.

જાવેદ મિયાંદાદે મનઘડત કારણ આપ્યુંભારતીય ટીમના પાકિસ્તાન ન જવા પાછળ મિયાંદાદે મનઘડત કારણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું, “ભારતીય ટીમ અહીં નથી આવતી કારણ કે તે પાકિસ્તાનમાં હારે છે. આ તેમને મુશ્કેલીમાં મુકે છે. ભારતના લોકો પણ આવા જ છે. તે હંમેશા આવા રહ્યા છે. જ્યારે પણ તેઓ હારે છે ત્યારે તેમને કોઈ ને કોઈ સમસ્યા થઇ જાય છે. અમારા સમયમાં પણ તે આ જ કારણસર આવ્યા ન હતા. ટીમ ઈન્ડિયા જ્યારે પણ હારે છે, પછી તે ભલે આપણી સામે હારે કે કોઈ અન્ય સામે, ત્યાંના લોકો તેમના ઘરોને આગ લગાવી દે છે. અમને યાદ છે કે જ્યારે અમે રમતા હતા ત્યારે ત્યાંના ખેલાડીઓ સાથે ઘણી સમસ્યાઓ હતી."
Published by: rakesh parmar
First published: February 6, 2023, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading