સુરત : મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય


Updated: August 1, 2020, 9:37 PM IST
સુરત : મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય
સુરતમાં મહિલા વકીલે આપઘાત કર્યો

સવારે ઘરે ફોન પર વાત કરતા કરતા બેડરૂમમાં ગઈ હતી. ત્યારબાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતને લઇને હવે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે

  • Share this:
સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મહિલા વકીલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી, અને અચાનક આ પગલું ભર્યું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જોકે આ યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરી આપઘાત કરતા પોલીસે તાપસ વધુ તેજ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શ્લોક રેસિડેન્સીમાં 27 વર્ષીય ધૃતિ રસિક કથીરિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી અને વકીલ તરીકે કામ કરતી હતી. ગતરોજ સવારે ઘરે ફોન પર વાત કરતા કરતા બેડરૂમમાં ગઈ હતી. ત્યારબાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. થોડા સમય બાદ પરિવારજનોને ધૃતિ બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચોસુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

અચાનક ઘરની લાડકી યુવતીના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચી ગઈ અને તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

મહત્વની વાત એ છે કે, આ યુવતીની બે મહિના પહેલા જ સગાઈ કરવામાં આવી હતી, અને તેણે અચાનક આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું અને શોકમાં ગરકાવ થઈ ગયો.

પોલીસે પરિવાર સાથે વાત કરી તેમાં માહિતી મળી કે, યુવતી પોતાના મોબાઈલ ફોન પર વાત કરતા કરતા રૂમમાં ગઈ હતી, અને પછી આ પગલું ભર્યું છે. પોલીસે જ્યારે યુવતીનો મોબાઈલ ચેક કર્યો તો, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરીને આપઘાત કરી લીધો હતો. ત્યારે યુવતીના આપઘાતને લઇને હવે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by: kiran mehta
First published: August 1, 2020, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading