સુરત : 66 વર્ષના પિતા અને 33 વર્ષનો દીકરો સાથે LLB થયા, જાણો કોને મળ્યા વધારે માર્કસ્


Updated: February 27, 2021, 6:22 PM IST
સુરત : 66 વર્ષના પિતા અને 33 વર્ષનો દીકરો સાથે LLB થયા, જાણો કોને મળ્યા વધારે માર્કસ્
પિતાએ કાયદાની પરીક્ષામાં પુત્ર સાથે મેળવી ડિગ્રી, અનોખો કિસ્સો

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 26 મી ફેબ્રુઆરીના રોજ 52 મા પદવીદાન સમારોહ યોજાયો, પિતા પુત્રની જોડીની ભારે ચર્ચા

  • Share this:
વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) ખાતે 26 મી ફેબ્રુઆરીના રોજ 52 મા પદવીદાન સમારોહનું (Convocation) આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 36,614 ડિગ્રી આપવામાં આવી હતી. સાથે વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર 179 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અન્ય પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રત તેમજ વર્ચ્યુઅલી મુખ્ય અતિથિ તરીકે અમિતાભ કાંત ઉપસ્થિત રહ્યા હતાં. પદવીદાન સમારોહમાં એક 66 વર્ષની વયના પિતા સુરેશ ખંભાતી અને 33 વર્ષના પુત્ર સુનિલ ખંભાતીની જોડીએ (Father son Graduated togater) એકસાથે બેચલર ઓફ લો(સ્પેશિયલ)ની (LLB) ડિગ્રી મેળવી જેમણે પોતાનો અનોખો અનુભવ શેર કર્યો હતો.

વકીલાતને કારણે બંને એકબીજાના ગાઢ મિત્ર બની ગયા. કોલેજના ત્રણ વર્ષ હું અને પિતા એક જ બેન્ચ પર બેસીને ભણ્યા. સાથે મળીને એસાઈન્મેન્ટ લખ્યા, નોટ્સ બનાવી અને પરીક્ષાની તૈયારી કરી હતી. હું કામને કારણે કયારેક કલાસમાં ન જતો ત્યારે તેઓ કલાસ પછી મને સમજાવી દેતા હતાં. ઘણીવાર તો કોલેજના પ્રેકટીકલમાં અમે બંને સામસામે આવી જતા એ સમયે અમે એકબીજા પર પ્રત્યાઘાતો પણ કરતા હતા. મારી સીએની ફર્મ છે તેથી પિતા સાથે રોજ એટલો સમય મળતો ન હતો.

આ પણ વાંચો :  સુરત : 'ઓરત હી ઓરત કી દુશ્મ હોતી હે,' ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈની ધરપકડ

અમે કેટલાં વર્ષો પછી આટલા કલાકો સુધી એકસાથે સમય પસાર કર્યો. ‌ અમે એકબીજાનાં ગાઢ મિત્ર બની ગયા. વધુ સમય રહેવાથી મને મારા પિતાનું ડેડિકેશન જોવા મળ્યું. તેઓ આ ઉંમરમાં પણ ખૂબ જ ડેડિકેશનથી મહેનત કરતા હતા. અને કોલેજના દરેક વર્ષમાં તેઓ પરિણામમાં પણ મારાથી આગળ રહ્યા છે. અને વકીલાતનાં અંતિમ પરિણામમાં પણ તેઓ જ આગળ રહ્યાં છે.

સુનિલ ખંભાતીએ જણાવ્યું કે  મારા પિતા રિટાયર્ડ વ્યક્તિ છે. તેમને પહેલેથી વકીલાતનો વ્યવસાય કરવાની ઈચ્છા હતી. પરંતુ નોકરીના કારણે વકીલાતનું સપનું પૂરું કરી શક્યા ન હતા. અટલ બિહારી વાજપેયથી પ્રેરણા લઈ મેં પણ પિતા સાથે વકીલાતનો અભ્યાસ કરવાનું વિચાર્યું.આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

પિતા સુનિલ ખંભાતીએ જણાવ્યું કે મારા પુત્રએ મારું વકીલાતનું સપનું પૂરું કરવા મને પ્રોત્સાહન આપ્યું હતું. તેથી અમે બંનેએ સાથે કોલેજ શરૂ કરી. એકબીજાના પ્રશ્નો સોલ્વ કરતા, નોટ્સ શેર પણ કરતા. આ રીતે બંને સાથે મળીને કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા.
Published by: Jay Mishra
First published: February 27, 2021, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading