સુરત પોલીસ ભારે 'એડવાન્સ,' યુવક પાસેથી 1-1-2021ની તારીખનો દંડ વસૂલ્યો, ભૂલ કે કૌભાંડ? ભારે ચર્ચા


Updated: December 2, 2020, 9:34 PM IST
સુરત પોલીસ ભારે 'એડવાન્સ,' યુવક પાસેથી 1-1-2021ની તારીખનો દંડ વસૂલ્યો, ભૂલ કે કૌભાંડ? ભારે ચર્ચા
યુવક મૂળ સાબરકાંઠાનો વતની છે અને સુરતમાં નોકરી કરે છે. તેને માસ્કની પાવતીમાં છેતરપિંડી થઈ હોવાનું લાગતા મામલો બહાર આવ્યો

સાબરાકાંઠાથી સુરતમાં નોકરી કરવા આવેલા યુવકને આજે પોલીસે 1000 રૂપિયાની પાવતી આપી પરંતુ તારીખ મારી

  • Share this:
કોરોના મહામારી વચ્ચે જો સક્ર્મણ અટકવું હોય તો માસ્ક ફરજીયાત પહેરવાની સૂચના સરકારે આપી છે ત્યારે માસ્ક નહિ પહેરનાર ને તત્ર દ્વારા દંડ કરવામાં આવે છે  માસ્ક વગર દેખાતા લોકો દંડ ભરી દેતા જોવા મળી રહ્યાં છે ત્યારે પ્રથમ સર્કલ આત્મન પાર્ક સોસાયટી નજીક એક વ્યક્તિને પોલીસે માસ્ક વગર હજાર રૂપિયાનો દંડ કર્યો હોય છે. જો કે, પોલીસે દંડની રસિદમાં લખેલી તારીખ પહેલી જાન્યુઆરી 2021ની લખેલી હોય છે. જેથી દંડ ભરનારે સવાલ ઉભો કર્યો છે કે, પોલીસનો ડિસેમ્બરનો ક્વોટા પૂરો થઈ ગયો છે અને જાન્યુઆરીનો ટાર્ગેટ અત્યારથી પુરો કરવા આવી રીતની તારીખ લખતી હશે અથવા તો રસિદ બૂક પણ ડુપ્લિકેટ હોય શકે છે અને આ પણ બહુ મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ હોય દંડની રસિદોની પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેમ દંડ ભરનાર યશદીપ પ્રજાપતિએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે.

કોરોના મહામારી વચ્ચે કોરોના કોઈ દવા અથવા રસી નથી ત્યારે માસ્ક અને સોસલદિસ્ટ એજ હાલમાં કોરોના દવા છે ત્યારે કેટલાક લોકો આ નિયમો નથી પડતા અને ગુજરાત માં સક્ર્મણ જે રીતે વધી રહીયુ છે ત્યારે આ નિયમો તંત્ર દ્વારા કડક બનાવામાં આવ્યા છે જોકે આ નિયાનો આમતો સામાન્ય માણસ માટે છે તંત્રના રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓને આવા કોઈ દંડ થયા નથી.

આ પણ વાંચો :  દાહોદ : પિતાએ બે માસૂમ પુત્રો સાથે કર્યો સામૂહિક આપઘાત, કૂવામાં કૂદીને જિંદગી હોમી દેતા ખળભળાટ

મૂળ હિંમત નગરના વતની એવા યશદીપે નોકરી કરવા માટે કોરોના મહામારી વચ્ચે હિંમત કરી સુરત તો આવ્યા અને  પ્રથમ સર્કલ આત્મન પાર્ક સોસાયટી ઉભા હતા ત્યારે એક રિક્ષામાં સવાર થઈને  ત્રણેક પોલીસ કર્મચારી આવ્યા અને યશદીપે માસ્ક ન પહેર્યુ હોવાને લઈને પહેલા તેમનો ફોટો પાડી લીધો અને ત્યાર બાદ દંડની રકમ માંગી હતી  જેથી યશદીપે માસ્કની જગ્યાએ પહેલા રૂમાલ ચહેરા પર બાંધ્યો હતો.અને પોલીસે દંડ માંગતા રૂપિયા એક હાજર આપ્યા અને દંડ ની રસીદ લીધી હતી.

જોકે તેમેને જોતા આ રસીદમાં પોલીસે ડિસેમ્બરની જગ્યાએ  જાન્યુઆરી 2021ની તારીખ મારતા તે વિચારમાં પડીગયા હતા જોકે આ તારીખ જોઈને અનેક સવાલ ઉભાઈ થયા હતા  પોલીસનો ડિસેમ્બરનો ક્વોટા પૂરો થઈ ગયો છે અને જાન્યુઆરીનો ટાર્ગેટ  આગામી વર્ષનો ટાર્ગેટ અત્યારથી જ પોલીસ વસૂલી રહી હોય તેમ આગળની તારીખ લખી દેવામાં આવી હતી. જનરલી પાછળની તારીખ ભૂલથી લખાતી હોય છે પરંતુ આગળની તારીખ લખીને પોલીસ વિભાગમાં માસ્કના દંડ ઉઘરાવીને કૌભાંડ આચરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.આ પણ વાંચો : સુરત : પુણામાં થયેલી યુવકની હત્યાનું રહસ્ય ઉકેલાયું, પોલીસે કનોજિયા બંધુઓને 'ઉપાડી લીધા'

ત્યારે પોલીસે આ મામલે પોતાના કર્મચારી ભૂલ થઇ હોય તેવું કબૂલાત કરી હતી ત્યારે આ રસીદ ને લઇને એક સવાલ થઇ છે કે ક્યાંતો આગામી વર્ષનો દંડ પોલીસ વસૂલી રહી છે ક્યાં આ રસીદ બુક નકલી હોય શકે જોકે આ ઘટના ને લઈને તંત્ર સાથે દંડ મામલે અનેક સવાલ ઉભા થયા છે ત્યારે આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારી તપાસ કરેતો ચોક્સ મોટું કૌભાંડ સામે આવે જોકે આ યુવાને હિંમત કરી વાત બહાર લાવ્યાો છે ત્યારે સરકાર અને તંત્ર આ મામલે કેટલી પ્રામાણિક રીતે તપાસ કરે છે તે જોવાનું રહીયુ
Published by: Jay Mishra
First published: December 2, 2020, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading