સુરતમાં લગ્ન સમારંભો બન્યાં સુપર સ્પ્રેડર: 3,665 કોરોના ટેસ્ટમાંથી 36 લોકો પોઝિટિવ નોંધાયા


Updated: December 1, 2020, 4:24 PM IST
સુરતમાં લગ્ન સમારંભો બન્યાં સુપર સ્પ્રેડર: 3,665 કોરોના ટેસ્ટમાંથી 36 લોકો પોઝિટિવ નોંધાયા
ફાઇલ તસવીર

સુરતમાં લગ્ન પ્રસંગો દરમિયાન એકઠા થયેલા લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે.

  • Share this:
સુરત: કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ (Surat Positive Cases)ની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે લગ્ન સિઝન (Marriage Season) શરૂ થતાં તંત્ર પણ એલર્ટ થયું છે. જેથી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)એ લગ્ન સ્થળે ઘન્વંતરી રથ (Dhanvantari Rath) ઊભા રાખીને મહેમાનો અને ખાસ કરીને લગ્નમાં આવેલા મહેમાનો, લગ્નમાં સર્વિસ આપનારા મંડપવાળા, કેટરિંગ સર્વિસવાળા, ડેકોરેટર્સ, ફૂલવાળાનાં પણ ટેસ્ટિંગ હાથ ધરાયા હતા. જેમાં 3,665 ટેસ્ટ કરવામાં આવતાં 36 લોકો પોઝિટિવ આવ્યાં હતા.

હાલ લગ્ન સિઝન શરૂ થઇ છે. કોરોના ગાઈડલાઈન મુજબ આમ તો પ્રસંગમાં 100 જેટલા મહેમાનો ભેગા થઈ શકે છે. જોકે, લગ્નમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટન્સંગ જાળવી રાખતા નથી અને માસ્ક પણ પહેરતા નથી. સુરતમાં લગ્ન પ્રસંગો થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે. લગ્ન પ્રસંગમાં વિવિધ સેવા માટેની કામગીરી કરતાં લોકો સુપર સ્પ્રેડર્સ બને તેવી ભીતિને પગલે લગ્નની સેવાની કામગીરી સાથે સંકળાયેલા લોકોનું મ્યુનિ. તંત્રએ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જેમાં 3,665 ટેસ્ટ કરવામાં આવતાં 36 લોકો પોઝિટિવ આવ્યાં છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: આરોપીઓ પોલીસ સ્ટેશનમાં આરામદાયક સોફા પર બેઠા હોય તેવો વીડિયો વાય

સુરતમાં મંગળવારે બપોર સુધીમાં નવા 174 પોઝિટિવ કેસ નોંધાયા

દિવાળી તહેવાર બાદ અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ બહાર આવવા લાગ્યા છે. પરિણામે આરોગ્ય વિભાગ ફરીથી હરકતમાં આવીને દોડતું થયું છે. તંત્રની દોડધામ વચ્ચે પણ આજે બપોર સુધીમાં સુરતમાં નવા 174 પોઝિટિવ કેસો નોંધાયા છે. અત્યારસુધીમાં પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો 43,829 ઉપર પહોચી ગયો છે. તેની સામે અત્યારસુધીમાં 40,661 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના માટેના RT-PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા કરાયોસુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આજે બપોરના 12 વાગ્યા સુધીમાં શહેરમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં 113 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે. જે સાથે સુરત શહેરમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો 32,271 ઉપર પહોંચ્યો છે. જેમાંથી 30,014 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે, જ્યારે 780 દર્દીઓનાં મોત થયા છે.

આ પણ વાંચો-

સુરત શહેરની જેમ જિલ્લામાં પણ કોરોનાનો રાફડો જોવા મળ્યો છે. લોકોને દિવાળી તહેવારમાં રાખેલી બેદરકારીના પગલે કોરોનાએ ફરીથી પગપસેરો કરવાનો મોકો મળી ગયો છે. જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં 61 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,558 થઈ છે. જેની સામે 10,647 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે, જ્યારે 281 દર્દીઓનાં મોત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: December 1, 2020, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading