સુરત : 1.4 કરોડ રૂ.ના MD ડ્રગ મામલે વધુ 3 આરોપી ઝડપાયા, 'ઉડતા પંજાબ'ને ટક્કર મારતો કેસ 


Updated: September 29, 2020, 7:33 PM IST
સુરત : 1.4 કરોડ રૂ.ના MD ડ્રગ મામલે વધુ 3 આરોપી ઝડપાયા, 'ઉડતા પંજાબ'ને ટક્કર મારતો કેસ 
આ મામલે ઝડપાયેલા આરોપીમાઁથી એક ફાર્માસિસ્ટ અને એકએંજિનિયર પણ છે.

મુંબઈનો ઉસ્માન શેખ નામનો આરોપી હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ, સુરત, વાપી મુંબઈ સુધી તાર લંબાયા, કેસમાં ભણેલા ગણેલા યુવકનો સંડોવણી

  • Share this:
સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat crime branch) દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ  એમડી ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની (Surat MD Drugs case) ધરપકડ કરવામાં આવી છે.ઝડપાયેલા ત્રણ પૈકીનો એક એરોટિકલ બી ફાર્મા કંપની નો અભ્યાસ કરી ચુકેલ એંજિનિયર છે.જ્યારે અન્ય એક આરોપી મુંબઈનો રહેવાસી છે  આ સાથે સમગ્ર એમડી કેસ પ્રકરણમાં સુરત ક્રાઇમ (Surat MD Drugs case investigation) બ્રાન્ચે મુંબઈના ઉસ્માન શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડુમસ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી.જે ડ્રગ્સ નો જથ્થો પુણા ગામ માં આવેલ સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે છાપો મારી ડ્રગ્સ ના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

જ્યાં તેની પાસેથી લાખો નો ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સંકેત અસલાલીયાએ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સ નો આ જથ્થો વેચાણથી આપ્યો હતો.જ્યાં આ ડ્રગ્સ સંકેત ક્યાંથી લાવ્યો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ચલાવવામાં આવી હતી. જ્યાં આરોપી સંકેત અસલાલીયા પોતાના નજીકના મિત્ર અને  બી ફાર્મા નો અભ્યાસ કરી ચૂકેલા ઈંજીનીયર પ્રજ્ઞેશ ઠુમમર ની મદદથી કડોદરા  ખાતે આવેલ એક મકાનની ફેકટરીમાં ડ્રગ્સ નો આ જથ્થો બનાવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

આ પણ વાંચો :  અમરેલી : BJPના વધુ એક સાંસદ કોરોના પોઝિટિવ, INS વિરાટના કાર્યક્રમમાં હતા હાજર, માંડવિયા સાથે લીધી હતી સેલ્ફી

ફેકટરી પરથી એમડી ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત  રો - મટીરીયલ પણ પોલીસે અહીં છાપો મારી જપ્ત કર્યો હતો.જ્યારે આરોપી પ્રજ્ઞેશ ઠુમમાર ની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડુમસ વિસ્તારમાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સલમાન ને આ ડ્રગ્સનો  જથ્થો અપાવવામાં વાપીના મનોજ કુમાર શીતલપ્રસાદ ભગતની પણ ભૂંડી ભૂમિકા બહાર આવી હતી.

જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજ રોજ વાપી ખાતેથી મનોજ શીતલપ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ સપ્તાહ અગાઉ વરાછા ના એ.કે.રોડ પરથી ફોર વ્હીલ કાર અને દોઢ લાખના એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા વિનય ઉર્ફે બંટી નામના શખ્સની પૂછપરછ દરમ્યાન મુંબઈ કનેક્શન બહાર આવ્યું હતું.આ પણ વાંચો :  સુરત : કતારગામમાં મામાના છોકરાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી તરછોડી દીધી

જ્યાં તેણે ડ્રગ્સ નો જથ્થો મુંબઇ ના રોહન ઝા નામના શખ્સ પાસેથી ખરીધો હોવાની કબૂલાત કરી હતી.જેને લઈ મુંબઈ ગયેલી ક્રાઇમ બ્રાંચની એક ટિમ રોહન ઝા ની ધરપકડ કરી સુરત લઈ આવી હતી.જ્યાં રોહન ઝા ની પૂછપરછ કરતા તેણે ડ્રગ્સ નો જથ્થો ઉસ્માન સેખ પાસેથી વિનય ઉર્ફે બંટી ને અપાવ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : 1.4 કરોડના MD ડ્રગ્સનો મામલો, 'ફાર્માસીસ્ટ કા દિમાગ, એન્જિનિયર કા ડેરીંગ', વરાછાનો યુવાન ઝડપાયો

સમગ્ર એમડી ડ્રગ્સ કેસમાં હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓને ધરપકડ કરી મુંબઈ ના ઉષ્માન સેખને વોન્ટેડ જાહેર કર્યો છે.જ્યાં આગામી દિવસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
Published by: Jay Mishra
First published: September 29, 2020, 7:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading