સુરત : પોલીસ કમિશનરનો પરિપત્ર, 4 કે તેથી વધુ લોકો એકઠા નહીં થઈ શકે, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી


Updated: September 29, 2020, 10:26 PM IST
સુરત : પોલીસ કમિશનરનો પરિપત્ર, 4 કે તેથી વધુ લોકો એકઠા નહીં થઈ શકે, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
સુરત નવા CP અજય તોમરની તસવીર

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બહાર પાડ્યો પરિપત્ર જાણો પોલીસ શું કાર્યવાહી કરશે

  • Share this:
સુરત શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા પોલીસ કમિશનર અજય તોમરે કમર કસી છે. શહેરમાં હવે કારણવગર બહાર નીકળનારા લોકોને અટકાવવા માટે સુરતમાં કોઈ પણ જાહેર જગ્યાએ ચાર કરતા વધુ લોકો એકઠા નહીં થઈ શકે તો સાથે જ શહેરમાં સભા-સરઘસ રેલીઓ પણ નહીં થઈ શકે. એક બાજુ રાજ્યમાં પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતમાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.

દરમિયાન  સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તથા સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતા આ પરિપત્ર જાહેર કરાયો છે.

આ પણ વાંચો :  સુરત : 1.4 કરોડ રૂ.ના MD ડ્રગ મામલે વધુ 3 આરોપી ઝડપાયા, 'ઉડતા પંજાબ'ને ટક્કર મારતો કેસ 

આજે વધુ 311 કેસ

સુરતમાં કોરોનાના દર્દી (29-9-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 311 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 179 જયારે ગ્રામીણ વિસ્તારમાં 132 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા : 28,871 પર પહોંચી છે. જયારે આજે 4 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 923 પર પહોંચ્યો છે, તેવામાં આજે 270 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો :  સુરત : આપઘાતની બે હ્યદય દ્વાવક ઘટના, Coronaના કારણે સર્જાયેલી આર્થિક ભીંસે ભોગ લીધોઅપવાદ  

આ પરિપત્રમાં સરકારી નોકરી, અર્ધ સરકારી નોકરી, આ ઉપરાંત અન્ય સરકારી એજન્સીઓ કે કાયદેસરની ફરજ પર હોય તેવા લોકોને અપવાદ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્મશાન યાત્રા પર પણ આ કલમ લાગુ નહીં પડે. જોકે, પોલીસના આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135-3 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 311 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 179 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 21322 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 132 કેસ સાથે દર્દી સંખ્યા 7549 પર પહોંચી છે.
Published by: Jay Mishra
First published: September 29, 2020, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading