સુરત: 'મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન


Updated: December 2, 2020, 8:55 PM IST
સુરત: 'મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન
પ્રતિકાત્મક તસવીર

યુવતીને થયું કે, પતિ અમેરિકા આવી જશે પછી સુધરી જશે, તેથી તેમના પણ વિઝાની તૈયારીઓ શરૂ કરી દીધી. આખરે પતિને પણ વિઝા મળી ગયા અને...

  • Share this:
સુરત: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે મહિલા અત્યાચારના ગુનાનો સીલસીલો યથાવત છે. ત્યારે આજે સુરત જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાને એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરી ગ્રીન કાર્ડ મળી જતા હવે કહી દીધુ છે તુ કોણ અને હું કોણ, મારે તારી સાથે હેવ કોઈ સંબંધ નથી રાખવો, મને હવે તારી કોઈ જરીર નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ ગામની મૂળ વતની અને હાલમાં વર્ષોથી અમેરિકાના ટેક્સાસ ખાતે રહેતી યુવતી સ્વાતી પટેલના લગ્ન 2016માં સુરતના કુંભારીયા ગામમાં રહેતા જતીન પટેલ સાથે થયા હતા. એનઆરઆઈ યુવતી લગ્ન કરી કુંભારીયા પોતાની સાસરીમાં રહેવા આવી, લગ્નના ત્રણ મહિના બાદ સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું, જેને પગલે યુવતી થોડા સમય બાદ ફરી અમેરિકા રહેવા જતી રહી.

ત્યરબાદ પતિ દ્વારા ફોન પર વાતો થતી રહેતી, યુવતીને થયું કે, પતિ અમેરિકા આવી જશે પછી સુધરી જશે, તેથી તેમના પણ વિઝાની તૈયારીઓ શરૂ કરી દીધી. આખરે પતિને પણ વિઝા મળી ગયા અને તેને ગ્રીન કાર્ડ આવી ગયું. પતિ અમેરિકામાં આવી ગયો બાદ તેના રંગ રૂપ સ્વભાવ બદલાઈ ગયો.

સુરત: લાલજી પટેલનો પચાવી પાડવાની કોશિશ, કરી તોડફોડ, અશોક રબારી સહિત આઠ સામે ગુનો દાખલ

સુરત: લાલજી પટેલનો પચાવી પાડવાની કોશિશ, કરી તોડફોડ, અશોક રબારી સહિત આઠ સામે ગુનો દાખલ

યુવતીની ફરિયાદ અનુસાર, અમેરિકામાં એક દિવસ જ્યારે તેઓ પોતાના સંબંધીને ત્યાં જતા હતા ત્યારે પતિ જતીન તેને રસ્તામાં જ ઉતારી જતો રહ્યો હતો. આ મામલે મોડે સુધી તેનો કોઈ પતો ન થતા તેણે જતિનને ફોન કર્યો, તો તેણે કહી દીધુ, હવે મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી ગયું છે, મારે તારી કોઈ જરીર નથી. મારે એક ગર્લફ્રેન્ડ છે. હું હવે તેની સાથે લગ્ન કરીશ. તુ તારા રસ્તે હું મારા રસ્તે.સુરત આપઘાત: 'મેરી ખુદખુશી કે લીયે દો આદમી જવાબદાર', ઉછીના પૈસા લઈ ના આપનારા બેની ધરપકડ

સુરત આપઘાત: 'મેરી ખુદખુશી કે લીયે દો આદમી જવાબદાર', ઉછીના પૈસા લઈ ના આપનારા બેની ધરપકડ

સ્વાતિ પોતાના માતા-પિતા સાથે ઓક્ટોબર મહિનામાં ભારત આવી હતી. તે બારડોલીના ઉમરખા ગામમાં પોતાના વતન પીયરમાં રહે છે. સ્વાતીએ બારડોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે પોતાના પતિ તથા સાસરીયા અને લગ્ન કરાવનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. આ બાજુ પતિ જતીને છૂટાછેડા માટે અમેરિકાની ડલાસ કોર્ટમાં અરજી કરી છે. સ્વાતીનો આરોપ છે કે, તેને લગ્નમાં પિયરમાંથી મળેલા 15 તોલા સોનું પણ જતીને કબજે કરી લીધુ છે.
Published by: kiran mehta
First published: December 2, 2020, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading