સુરત : ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો 'કાળિયો,' પોલીસથી બચવા વેચતો હતો શાકભાજી


Updated: January 20, 2021, 7:42 PM IST
સુરત : ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો 'કાળિયો,' પોલીસથી બચવા વેચતો હતો શાકભાજી
પોલીસે ઝડરપી પાડેલા આ શખ્સે 1.5 વર્ષ સુધી ભેષ બદલી શાકભાજી વેચી હતી.

ભરૂચ જિલ્લામાં ખેલાયેલા ઘાડ અને ખૂની ખેલને અંજામ આપનારો આ શખ્સ 25 જણાની ગેંગ ચલાવતો હોવાની માહિતીના પગલે ખળભળાટ

  • Share this:
સુરતની કતારગામ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીની પૂછપરછમાં આરોપીએ 25 કરતા વધુ લોકોની ગૅંગ બનાવી ભરુચ જિલ્લામાં એકે કંપનીમાં ધાડ પાડી હતી તે સમયે ત્યાં હાજર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી બે જવાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘાતક હથિયાર સાથે આ ગુનાને અંજામ આપ્યો હતો તેવી કબૂલાત કરતા એક વખત પોલીસ પણ ચોકી ઉઠી હતી.

આ કેસની વિગતો એવી છે કે  સુરતની કતારગામ પોલીસને માહિતી મળી હતી કે તાપી નદી કિનારે આવેલ તાપીના પટ પર રહેતો એક યુવાન એક હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી નાસતો ફરે છે. જોકે પોલીસે માહિતીના આધારે નિતીશભાઈ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકી જે તેજ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતો હતો તે સમયે તેની અટકાયત કરી પોલીસ મથકે લઇ આવી હતી, અને આરોપી ની પૂછપરછ કરતા આરોપી જે કબૂલાત કરી હતી તે જાણીને પોલીસ પણ એક વખત માટે ચોકી ઉઠી હતી.


આ પણ વાંચો : 30 કરોડની અપ્રમાણસર મિલકતનો માલિક નિવૃત નાયબ મામલતદાર! ACBના ઇતિહાસનો સૌથી મોટો કેસ

પોલીસ પકડમાં આવેલ આરોપી એ  આજથી દોઢેક વર્ષ અગાઉ તેણે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પી.જી.ગ્લાસ કંપની પંડવાઈ કોસંબા રોડ ઉટીયાદરા ગામની સીમ ખાતે આવેલ કંપનીમાં તેના અન્ય વીસથી પચ્ચીસેક સાથીદારો સાથે રાતના સમયે પાઈપો તથા લાકડીઓ જેવા પ્રાણધાતક હથિયારો લઈ કંપનીમાં પ્રવેશ કરી સિકયુરીટી ગાર્ડ ઉપર ધાતક હુમલો કરી ત્રણ સિક્યુરીટી ગાર્ડના મોત નિપજાવી તેમજ બે સિક્યુરીટી ગાર્ડને ગંભીર ઈજા પહોચાડી કરી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :  સુરત : મોર્નિંગ વોક પર નીકળેલી પત્નીની પતિએ જ કરાવી હત્યા, પોલીસે ફિલ્મી કહાણીનો ભાંડો ફોડ્યોજોકે આ મામલે  તે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં 2019 માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ સૈમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સુરત ની કતારગામ પોલીસે આરોપીને ભરૂચ પોલીસના હલાવે કરવાની તજવીજ હાથ ધરી હતી
Published by: Jay Mishra
First published: January 20, 2021, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading