રાજકોટ: 'મારી પત્નીના વાળ પકડી ઢસડીને કારમાં બળજબરીપૂર્વક બેસાડી...'


Updated: February 4, 2023, 1:33 PM IST
રાજકોટ: 'મારી પત્નીના વાળ પકડી ઢસડીને કારમાં બળજબરીપૂર્વક બેસાડી...'
પતિએ પોતાની પત્નીના અપહરણની નોંધાવી ફરિયાદ

Rajkot crime: રાજકોટનો ચોંકાવનારો કિસ્સો. રાત્રે મારી ઓરડીનો દરવાજો ખખડાવવામાં આવ્યો ને... મારી પત્નીના વાળ પકડી ઢસડીને કારમાં બળજબરીપૂર્વક બેસાડી...

  • Share this:
રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કર્યા બાદ દીકરીનું અપહરણ તેના પિતા સહિતના વ્યક્તિઓએ કરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા આઇપીસીની કલમ 365, 368, 343, 323, 504, 506 (2)તેમજ ગુનાહિત કાવતરું રચવાની કલમ 120 (બી) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કુવાડવા પોલીસે જયંતીભાઈ ધીરાભાઈ સેજુ નામના ફરિયાદીની ફરિયાદના આધારે વક્તાભાઈ ગમના ભાઈ સોલંકી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.

રાત્રે મારી ઓરડીનો દરવાજો ખખડાવવામાં આવ્યો ને...

સમગ્ર મામલે જયંતીભાઈ ધીરુભાઈ સેજુ નામના 24 વર્ષીય યુવાને કુવાડવા પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 29 જાન્યુઆરીના રોજ હું તથા મારી પત્ની મમતા ઓરડીમાં સુતા હતા. ત્યારે રાત્રિના પોણા એક વાગ્યાના અરસામાં મારી ઓરડીનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. ઓડીનો દરવાજો ખોલતા બહાર મારા સસરા વક્તાભાઈ તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ ઉભેલા જોવા મળ્યા હતા. હું કંઈ પૂંછુ તે પૂર્વે તેઓ મને ગાળો બોલવા માંડ્યા હતા. તેમજ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેમજ મને તથા મારી પત્નીને ટીકા પાટોનો માર મારવા લાગ્યા હતા. મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ રોકાયા નહોતા. મારી પત્ની મમતાના વાળ પકડીને પોતાની સાથે લાવેલી ફોરવીલર કારમાં બળજબરીપૂર્વક બેસાડીને મારા સસરા તથા અન્ય ત્રણ વ્યક્તિઓ એને લઈને જતા રહ્યા હતા.

આ પણ વાંચો: ડ્રાઇવર વગરના ટ્રેક્ટરે પેટ્રોલ પંપમાં ઘૂસી ગાડીને મારી ટક્કર, વીડિયો વાયરલ

'મારી પત્નીને પણ પાછી મોકલવા માગતા નથી'

મારી પત્નીને બળજબરીપૂર્વક લઇ મારા સસરા જતા રહ્યા હતા તે બાબતેની મેં તથા મારા કુટુંબીજનોએ સમજાવટના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ મારા સાસરીયા પક્ષના લોકો સમાધાન કરવા માગતા નહોતા. તેમજ મારી પત્નીને પણ પાછી મોકલવા માગતા નહોતા. જે બાબતની રજૂઆત મેં કોર્ટમાં પણ કરી હતી. પરંતુ તેઓ આવ્યા નહોતા. ત્યારે કુવાડવા પોલીસ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પડે છે, તે જોવું મહત્વનું બની રહેશે.
Published by: Azhar Patangwala
First published: February 4, 2023, 1:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading