નવરાત્રી 2022: ગોંડલમાં પ્રથમ નોરતે એક જ હોસ્પિટલમાં નવ 'દુર્ગા' અવતરી


Updated: September 28, 2022, 7:40 AM IST
નવરાત્રી 2022: ગોંડલમાં પ્રથમ નોરતે એક જ હોસ્પિટલમાં નવ 'દુર્ગા' અવતરી
એક જ દિવસે નવ બાળકીનો જન્મ

Gondal News: આ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પ્રથમ નોરતે 11 પ્રસૃતિ કરાવવામાં આવી હતી, જેમાં બે દીકરા અને નવ બાળકીઓનાં જન્મ થયા હતા. આસો નવરાત્રીના પ્રથમ નોરતે જાણે એવું લાગી રહ્યું હતું કે, હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું છે.

  • Share this:
હાર્દિક જોષી, રાજકોટ: નવલા નોરતાના પ્રથમ નોરતે ગોંડલમાં નવ દુર્ગા અવતારી છે. નવરાત્રીના પ્રથમ દિવસે શહેરની સુવિખ્યાત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ અલગ નવ માતાના કૂખે નવ દીકરીઓએ જન્મ લીધો છે. શક્તિની ભક્તિનો પર્વ એવા નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. સૌ કોઈ ભાવભક્તિ સાથે માતાજીની પૂજા પ્રાર્થના કરી રહ્યા છે. એમાં પણ આ નવરાત્રી દરમિયાન જો કોઈના ઘરે દીકરી જન્મે તો સ્વભાવિક રીતે જ એ પરિવાર તેને ત્યાં સાક્ષાત માતાજી આવ્યા હોવાની લાગણી અનુભવતા હોય છે. ગોંડલ શહેરની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ દીકરીઓના જન્મ થતા ડોક્ટર સાથે સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને એ અલગ અલગ નવ દીકરીઓના પરિવારજનોએ નવદુર્ગાઓ અવતારી હોવાની લાગણી અનુભવી રહ્યાછે.

આ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પ્રથમ નોરતે 11 પ્રસૃતિ કરાવવામાં આવી હતી, જેમાં બે દીકરા અને નવ બાળકીઓનાં જન્મ થયા હતા. આસો નવરાત્રીના પ્રથમ નોરતે જાણે એવું લાગી રહ્યું હતું કે, હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું છે. એક સાથે નવ દુર્ગાના જન્મ બાદ તમામ દીકરીઓના માતાપિતા સહિત પરિવારજનો એકત્ર થયા હતા અને દીકરીઓના જન્મના વધામણા પણ કર્યા હતા.

આ પણ વાંચો:  બનાસકાંઠામાં ચાર વર્ષની બાળકીના કાનમાંથી નીકળ્યા 80થી વધુ કીડાઆ અદભુત ક્ષણો લાહવો લેવા હોસ્પિટલના ડૉક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ પણ સેલિબ્રેશનમાં જોડાયો હતો. દીકરીઓના માતા-પિતાઓએ પ્રસૃતિ કરનાર ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફને આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
બીજી તરફ ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં આ વાત વાયુવેગે પ્રસરી હતી. માતાજીના ભક્તોએ પ્રથમ નોરતે જ એક સાથે એક જ દિવસે એક જ હોસ્પિટલમાં નવ બાળકીઓના જન્મની ઘટનાને ભાગ્યશાળી ગણાવી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તમામ બાળકીઓ સ્વસ્થ છે. આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોવાની વાત શહેરીજનોએ કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2022, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading