ગુજરાત ઉદ્યોગ નીતિ 2020 જાહેર : MSME, સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ઉદ્યોગોને 50 વર્ષની લીઝ પર જમીન અપાશે

News18 Gujarati
Updated: August 7, 2020, 3:59 PM IST
ગુજરાત ઉદ્યોગ નીતિ 2020 જાહેર : MSME, સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ઉદ્યોગોને 50 વર્ષની લીઝ પર જમીન અપાશે
વિજય રૂપાણી

સીએમ રૂપાણીના કહેવા પ્રમાણે ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 3.4% છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ રાજ્યની નવી ઉદ્યોગ નીતિ (Gujarat Industrial Policy 2020)ની જાહેરાત કરી છે. હાલ જે 2015ની ઉદ્યોગ નીતિ કાર્યરત હતી તેની મુદત 31 ડિસેમ્બર-2019ના રોજ પૂરી થઈ ગઈ છે. જે બાદ નવી પોલીસી ન આવે ત્યાં સુધી જૂની પોલીસીને 31 ડિસેમ્બર, 2020 સુધી વધારવામાં આવી હતી. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસના કારણે 8,000 કરોડ ખર્ચ થવાનો પણ સરકારને અંદાજ છે. આ પ્રસંગે વિજય રૂપાણીએ ગુજરાતની ઉદ્યોગ પોલીસીની સફળતાના મૂલ્યાંકન અંગે વિવિધ મુદ્દા ગણાવ્યા હતા.

1) ભારત સરકારના જાહેર થયેલા આંકડા પ્રમાણે 2019માાં ગુજરાત 49 બિલિયન US ડૉલરના IEM સાથે સમગ્ર દેશમાાં કુલ IEMના 51% હિસ્સો ધરાવતું એકમાત્ર રાજ્ય છે.

2) ભારતમાં 2019 દરમિયાન પ્રપોઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ (IEMs)માં 48%નો વધારો થયો, તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 333%નો વધારો નોંધાયો છે. એટલે કે, સમગ્ર દેશના વધારા કરતા ગુજરાતનો વધારો અનેક ગણો વધુ છે.

3) ગુજરાતે પાછલા વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2019-20માં FDIના ઇનફ્લોમાં 240%નું સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું છે.

4. ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓડિસ તરફથી જાહેર થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાાં ગુજરાતમાં બેરોજગારીનો દર પણ સૌથી ઓછો 3.4% છે.

5) 2014-2015થી લઇને અત્યાર સુધીમાાં ગુજરાતમાાં MSMEs (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો)ની સાંખ્યામાં 60%નો વધારો થયો છે અને હાલ ગુજરાતમાં 35 લાખ જેટલાાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, જેઓ રોજગારી માટેનો સૌથી મોટો સ્ત્રોત MSME છે અને મોટી ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ MSME જ છે.(આ પણ વાંચો :  વિજય રૂપાણીના 1,460 દિવસ : ગુજરાતના 10 મુખ્યમંત્રીના શાસનનો રેકોર્ડ તોડનાર CM)

સરકારની વિવિધ જાહેરાત :

1) નવા ઉદ્યોગોને સરકારી જમીન લાંબા ગાળા માટે લીઝ પર આપાશે :

રાજ્યમાાં સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર 50 વર્ષ સુધી લાાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન’ મેળવવામાાં ઉદ્યોગોને સુવિધા પૂરી પાડશે. ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિંમતના 6% લીઝ રેન્ટ પર આપવામાાં આવશે. આવા ઉદ્યોગો બેન્કમાાંથી લોન-સહાય મેળવી શકે તે માટે જમીન મોટર્ગેઝ પણ કરવા મંજૂરી આપવામાાં આવશે. લીઝનો સમયગાળો જે તે સમયે પ્રવર્તતા નિયમો અનુસાર વધુ સમય માટે લંબાવી શકાશે.

2) સ્ટાર્ટ-અપ્સને સમર્થન :

એક અહેવાલ પ્રમાણે દેશના 43 ટકા ફંડેડ સ્ટાર્ટ-અપ્સ માત્ર અમદાવાદમાાં છે. જેના કારણે ગુજરાત દેશનું મહત્ત્વપૂર્ણ હબ બની ગયું છે. સ્ટાર્ટ-અપ્સને સમર્થન આપવા માટે હવે સીડ સપોર્ટ રૂ. રૂ.20 લાખથી વધારીને રૂ.30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય જાહેરાત પણ કરવામાં આવી છે.

3) MSME :

MSMEની વ્યાખ્યા ભારત સરકારે કરેલી વ્યાખ્યા મુજબ કરવામાાં આવશે જેથી મોટી સાંખ્યામાં ઔદ્યોગિક એકમો MSME પોલીસીઓ હેઠળ કરવામાં આવેલી જોગવાઇઓનો લાભ મેળવી શકશે.

કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સની રચના :

રાજ્ય સરકાર દ્વારા કોર સેક્ટર્સ અને સનરાઇઝર્સ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કોર સેક્ટર્સમાં ઇલેક્ટ્રિકલ મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, સીરામિક્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ, એગ્રો, ફૂડ પ્રોસિંગ, ફાર્મા, મેડિકલ ડિવાઇસ, જેમ્સ એન્ડ જેવલરી, કેમિકલ્સ સહિતના ક્ષેત્રો નો સમાવેશ કરાયો છે. જ્યારે સનરાઈઝ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી મેન્યુ., ઇલેક્ટ્રિકલ વેહિકલ, વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે.

>> રાજ્યમાં મોટા ઉદ્યોગો સ્થાપવા માટે મૂડીરોકાણ ના 12 ટકા સબસીડી રોકડમાં આપવા માં આવશે. આ લાભ વાર્ષિક 40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે. 40 કરોડ ટોચ મર્યાદા હોવાના નાતે મળવાપાત્ર સબસીડી 10 વર્ષની અંદર સબસીડીના ચૂકવી શકાય તો તેવા સંજોગોમાં વાર્ષિક 40 કરોડની મર્યાદામાં 10 વર્ષની મુદત લંબાવી આપવામાં આવશે. નવા ઉદ્યોગો ને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની છૂટછાટ આપવા માં આવશે.

>> લઘુ ઉદ્યોગોની ધીરાણની રકમના 25 ટકા સુધીની અને મહત્તમ 35 લાખ સુધીની કેપિટલ સબસીડી મળવા પાત્ર રહેશે. MSMEમાં ટર્મ લોન પર લાગતા વ્યાજ દરના 7% અને મહત્તમ 35 લાખ ઇન્ટરેસ્ટ મળવા પાત્ર રહેશે.

>> એસસી, એસટી, વિકલાંગ ઉદ્યોગ સાહસિક, મહિલા ઉદ્યોગ સાહસિક, સ્ટાર્ટ અપ ઉપરાંત 35 વર્ષથી ના વયના યુવા ઉદ્યોગપતિઓને 1 ટકા વધારાની ઇનરેસ્ટ સબસીડી આપવામાં આવશે.

>>વિદેશી ટેકનોલોજીની સેવા માટે ખર્ચના 50 લાખ સુધીની મહત્તમ સહાય કરાશે

>> સૂર્યઉર્જાને પ્રોત્સાહન આપવા માટે પાવર સાયકલની ગણતરી બદલવામાં આવશે. જેને સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી દેવાઈ છે. MSME પાસેથી વધારાની વીજળી 2.25 પ્રતિ યુનિટ ખરીદવા માં આવશે.

>> રાજ્ય સરકાર દ્વારા નવા ઉદ્યોગોને લાંબા ગાળા માટે સરકારી જમીન લીઝ પર આપવામાં આવશે. બજાર કિંમતના 6 ટકા લિઝ રેન્ટ પર જમીન અપાશે. આવા ઉદ્યોગો બેન્કમાંથી લોન સહાય મેળવી શકશે.

નીચે ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ઉદ્યોગ પોલીસની તમામ વિગત વાંચો : Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading