'પત્નીએ ગેરકાયદે સંબંધનો આરોપ લગાવીને ઓફિસમાં કર્યો હંગામો', પતિની ફરિયાદ પર હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

News18 Gujarati
Updated: February 6, 2023, 7:22 PM IST
'પત્નીએ ગેરકાયદે સંબંધનો આરોપ લગાવીને ઓફિસમાં કર્યો હંગામો', પતિની ફરિયાદ પર હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા
છત્તીસગઢ હાઈકોર્ટે છૂટાછેડાને બરતરફ કરવાની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો.

Bilaspur High Court: છત્તીસગઢ હાઈકોર્ટે છૂટાછેડાને બરતરફ કરવાના મામલામાં દાખલ અરજી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. પત્નીએ પતિ પર સહકર્મચારી સાથે ગેરકાયદેસર સંબંધનો આરોપ લગાવી, વારંવાર પતિની ઓફિસે હંગામો અને અપમાનનો આરોપ લગાવ્યો. જેના કારણે પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી પત્નીથી છૂટાછેડા લઈ લીધા હતા. પરંતુ પત્નીએ છૂટાછેડા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે પુરાવાના આધારે હાઈકોર્ટે પત્નીના વર્તનને ક્રૂરતા ગણાવી પત્નીની અરજી ફગાવી દીધી હતી.

  • Share this:
બિલાસપુર: છત્તીસગઢ હાઈકોર્ટ (Bilaspur High Court) એ છૂટાછેડાને બરતરફ કરવાના મામલામાં અરજીને અલગ દ્રષ્ટિકોણથી જોઈને આ કેસ પર ચુકાદો આપ્યો છે. પતિની અરજી પર ફેમિલી કોર્ટે પતિ-પત્ની વચ્ચેના અણબનાવને ધ્યાનમાં લઈને પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી છે, અને છૂટાછેડાનો ચુકાદો સંભળાવ્યો છે. આ નિર્ણય સામે પત્ની છત્તીસગઢ હાઈકોર્ટમાં પહોંચી અને એક અરજી દ્વારા છૂટાછેડાના નિર્ણયને રદ કરવાની માંગ કરી.

આ કેસમાં કોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસ સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને પુરાવાના આધારે સ્વીકાર્યું કે, પતિ પ્રત્યે પત્નીનું વર્તન ક્રૂરતા છે. પતિ પર ગેરકાયદેસર સંબંધનો આરોપ અને હંગામો, આ બધું ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. આ કેસમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પત્નીની અરજી ફગાવી દેતા ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.

2010માં લગ્ન કર્યા હતા

2010માં ધમતારી જિલ્લાના કુરુદના સબ એન્જિનિયરે રાયપુરની એક વિધવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી થોડા વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું. આ દરમિયાન તેને એક બાળક પણ થયો. પરંતુ, થોડાં જ વર્ષોમાં પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવવા લાગી. પત્નીએ પતિ પર પરિવારથી દૂર રહેવાનું દબાણ કર્યું અને દબાણ હેઠળના પતિએ માતા-પિતાથી દૂર રહેવાનું શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી પણ મહિલાએ તેના ઓફિસર પતિ પર સાથીદાર સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો.

આ પણ વાંચો : કોમ્પ્યુટરનું વેચાણ ઘટ્યું, 6 હજાર કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઈ, કંપનીએ કરી જાહેરાત

છૂટાછેડાનું કારણ શું છે?પત્ની તેના પતિ પર સહકર્મચારી સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવીને વારંવાર તેની ઓફિસે પહોંચીને તેના પતિ સાથે ગેરવર્તન, હંગામો અને અપમાન કરતી હતી. જેના કારણે પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી છૂટાછેડા મેળવી લીધા હતા. આ ઉપરાંત અનૈતિક સંબંધના આધારે પરિવારને બચાવવા પતિની બદલી કરવા રાજ્યના એક મંત્રીને પણ અરજી કરવામાં આવી હતી. આ તમામ બાબતોથી પરેશાન એન્જિનિયર પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મંજૂર થયા હતા.

કોર્ટે શું કહ્યું

છૂટાછેડા સામે પત્નીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે અનૈતિક સંબંધના આધારે પતિનો ટ્રાન્સફરનો દાવો અને અનૈતિક સંબંધ હોવાનો આરોપ તેમજ ઓફિસમાં હંગામો પત્નીની ક્રૂરતાને સાબિત કરે છે. આ કેસમાં કોર્ટે છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખતા પત્નીની અરજી ફગાવી દીધી હતી.
Published by: Sachin Solanki
First published: February 6, 2023, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading