COVID-19: WHO પ્રમુખે હિન્દીમાં ટ્વિટ કરી ભારતને કહ્યું ધન્યવાદ, જાણો કારણ

News18 Gujarati
Updated: October 21, 2020, 4:36 PM IST
COVID-19: WHO પ્રમુખે હિન્દીમાં ટ્વિટ કરી ભારતને કહ્યું ધન્યવાદ, જાણો કારણ
WHOના પ્રમુખ ટેડ્રોસ એડમનએ હિન્દીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો. (ફાઇલ તસવીર)

WHOના પ્રમુખે કહ્યું કે, બૌદ્ધિક સંપદાના મુદ્દા પર કોવિડ-19ના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ માટે જેથી વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય, આ એક પ્રશંસનીય પગલું છે

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસની દવા (Coronavirus Drugs) અને વેક્સીન વિકસિત (Coronavirus Vaccine) કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) કોવિડ-19 મહામારી માં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ એડમન (Tedros Adhanom Ghebreyesus)એ હિન્દીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. મામલો કોરોના વેક્સીનની ઉપલબ્ધતા અને વિતરણ સાથે જોડાયેલો છે.

WHOના પ્રમુખે કહ્યું કે, ધન્યવાદ ભારત અને દક્ષિણ આફ્રિકા, બૌદ્ધિક સંપદાના મુદ્દા પર કોવિડ-19ના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ માટે જેથી વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય. આ એક પ્રશંસનીય પગલું છે.

આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જમૂળે, ઓક્ટોબરની શરૂઆતમાં ભારતે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને કહ્યું હતું કે વિકાસશીલ દેશો માટે કોવિડ 19 દવાઓ (Coronavirus Drugs)ના નિર્માણ અને તેના આયાતને સરળ બનાવવા માટે બૌદ્ધિક સંપદા નિયમો (Intellectual Property Rules)ને થોડા સમય માટે બાજુમાં મૂકવામાં આવે. આ સંબંધમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ WTOને પત્ર પણ લખ્યો હતો.

2 ઓક્ટોબરના રોજ લખવામાં આવેલા પત્રમાં બંને દેશોએ WTOથી Intellectual Property Rulesના વ્યાપાર સંબંધિત પાસાઓ પર સમૂજતી (Trips)ના હિસ્સામાં છૂટ આપવાનું આહવાન કર્યું છે. આ વૈશ્વિક સ્તર પર પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને અન્ય Intellectual Property Rules બૌદ્ધિક સંપદા નિયમોને નિયંત્રિત કરે છે. WTOની વેબસાઇટ પર પ્રકાશિત પત્રમાં કહેવામાં આવ્યું છે કે નવા ડાયગ્નોસ્ટિકના રૂપમાં કોરોના વાયરસ માટે મેડિકલ વ્યવસ્થા અને વેક્સીન વિકસિત કરવામાં આવી છે.

આ પણ વાંચો, કોરોનાની દવાઓને લઈ ભારતના પ્રસ્તાવ પર US, EUએ અડચણ ઊભી કરી, પરંતુ ચીન કરશે સમર્થન!

એવામાં આ ક્ષેત્રમાં અનેક પ્રકારની અગત્યની ચિંતાઓ પણ છે. જેમ કે કેવી રીતે જલ્દીથી પૂરતી માત્રામાં અને વૈશ્વિક માંગને પૂરી કરવા માટે સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બંને દેશોએ કહ્યું કે વિકાસશીલ દેશ મહામારીથી પ્રભાવિત છે અને પેટન્ટ સહિત બૌદ્ધિક સંપદા અધિકાર સસ્તી દવાની જોગવાઈમાં અડચણ બની શકે છે.
Published by: Mrunal Bhojak
First published: October 20, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading