પોલીસે ખાલી કરાવી બાગપત બોર્ડર, કૃષિ કાયદાઓનો 40 દિવસથી વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવ્યા

News18 Gujarati
Updated: January 28, 2021, 9:17 AM IST
પોલીસે ખાલી કરાવી બાગપત બોર્ડર, કૃષિ કાયદાઓનો 40 દિવસથી વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવ્યા
પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોને ધરણા સ્થળેથી ખસેડ્યા અને તેમના તંબૂઓને જમીન દોસ્ત કરી દીધા

પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોને ધરણા સ્થળેથી ખસેડ્યા અને તેમના તંબૂઓને જમીન દોસ્ત કરી દીધા

  • Share this:
શહજાદ રાવ, બાગપત. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાગપત (Baghpat)માં કૃષિ કાયદાઓની (New Agriculture Laws) વિરોધમાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ધરણા (Farmers Protest)ને પોલીસ (Police) પ્રશાસને બુધવારે અડધી રાત્રે ખતમ કરી દીધા. ડીએમ એન એસપીના નિર્દશનમાં ધરણ સ્થળ પર પહોંચેલા અનેક પોલીસ સ્ટેશનના સ્ટાફે હળવો બળ પ્રયોગ કરીને ધરણા સ્થળ પર ઉપસ્થિત ખેડૂતો (Farmers)ને હટાવી દીધા. નેશનલ હાઇવે 709b પર ચાલી રહેલા ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા હતા, જેમને પોલીસે ધરણા સ્થળથી દૂર કરી પરત ઘરે મોકલી દીધા.

એડીએમ બાગપત અમિત કુમારના જણાવ્યા મુજબ, આ ખેડૂતોએ છેલ્લા ઘણા દિવસથી નેશનલ હાઈવેની એક સાઇડ જામ કરી દીધી હતી. આજે NHIએ હાઈવે ખાલી કરાવવાને લઈ જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો હતો. તે પત્ર પર કાર્યવાહી કરતાં પોલીસ પ્રશાસને હાઇવે ખાલી કરાવ્યો છે.
આ પણ વાંચો, પહેલી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે, કહ્યું- લાલ કિલ્લાની ઘટના પર માફી માંગીએ છીએ

40 દિવસથી ચાલી રહ્યા હતા ધરણા

ઉલ્લેખનીય છે કે, બાગપતના બડૌતમાં છેલ્લા 40 દિવસથી નેશનલ હાઇવે 709b પર ખેડૂત યૂનિયન અને ખાપ ચૌધરીઓ ધરણા પર બેઠા હતા. જિલ્લા પ્રશાસને અનેકવાર ધરણા સમાપ્ત કરવા માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી. આજે એસપી બાગપત અભિષેક કુમાર અને ડીએમ રાજકમલ યાદવના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ધરણા સ્થળે પહોંચ્યું અને હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોના ધરણા ખતમ કરાવી દીધા.

આ પણ વાંચો, Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

આ દરમિયાન પ્રશાસને હાઇવે પર ઊભા કરવામાં આવેલા ખેડૂતોના તંબુ પાડી દીધા અને ધરણા સ્થળ પર રાખવામાં આવેલા ટ્રેક્ટરમાં ભરીને પરત મોકલી દીધા. ખેડૂતોના ધરણા જ્યારે પોલીસે ખતમ કરાવ્યા તો ડીએમ, એસપી, એડીએમ, એસપી સહિત તમામ અધિકારી અને અનેક પોલીસ સ્ટેશનનું પોલીસ દળ ઘટનાસ્થળ પર ઉપસ્થિત રહ્યું.
Published by: Mrunal Bhojak
First published: January 28, 2021, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading