Turkey Syria Earthquake: ભારતે મદદનો હાથ લંબાવ્યો, NDRFની વિશેષ ટીમ બચાવ કામગીરીમાં જોડાશે

News18 Gujarati
Updated: February 6, 2023, 5:18 PM IST
Turkey Syria Earthquake: ભારતે મદદનો હાથ લંબાવ્યો, NDRFની વિશેષ ટીમ બચાવ કામગીરીમાં જોડાશે
ભારતે લંબાવ્યો મદદનો હાથ

Turkey Syria Earthquake Latest Update: તુર્કી-સીરિયામાં આવેલા ભાયનક ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે, આ ઉપરાંત હજારો લોકો ઘાયલ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, હવે ભારત તુર્કી-સીરિયાની મદદ માટે આગળ આવ્યું છે. બચાવ કાર્યમાં મદદ માટે NDRFની બે વિશેષ ટીમો મોકલવામાં આવશે.

  • Share this:
Turkey Syria Earthquake: સોમવારે વહેલી સવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. તુર્કી-સીરિયાના ભૂકંપને કારણે તુર્કીમાં અત્યાર સુધીમાં 300 અને સીરિયામાં 320 લોકોના મોત થયા છે. હાલમાં મોટા પાયે બચાવ અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

આવી પરિસ્થિતિ જોતા જ, ભારતે પણ હવે ભૂકંપની તબાહીનો સામનો કરી રહેલા તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તુર્કીને (Turkey-Syria Earthquake) મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુર્કી સરકાર સાથે સંકલન કરીને NDRF અને તબીબી ટીમોને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Earthquake: તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ, 250થી વધારે લોકોના મોત, આંકડો વધે તેવી શક્યતા

સ્પેશિયલ રેસ્ક્યુ ટીમમાં પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની બનેલી બે NDRF ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર કરવામાં આવી છે. તબીબી ટીમો પણ જરૂરી દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો શોક વ્યક્ત

બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે બધા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના સાક્ષી છીએ. તુર્કીની નજીકના દેશોમાં નુકસાન થવાની સંભાવના છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પ્રભાવિત લોકો સાથે છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, ભારત ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.આ પણ વાંચો: Kutch Earthquakes: 2001ના ભૂકંપના ફક્ત એક દિવસ પહેલા લેવાઇ હતી આ તસવીર, જાણો કેમ ખાસ છે!

રશિયાએ મદદની ઓફર કરી

સીરિયા અને તુર્કીમાં સોમવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મદદની ઓફર કરી છે. જણાવી દઈએ કે, બંને દેશોમાં 640 થી વધુ લોકોના મોત થયા છે. હજારો ઘાયલ થયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સાથે રશિયાના ગાઢ સંબંધો છે. ત્યાં રશિયન સેનાની મજબૂત હાજરી છે. પુતિનના તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે પણ મજબૂત સંબંધો છે. આ દરમિયાન, દક્ષિણ તુર્કીમાં તીવ્ર ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવા માટે, તુર્કીના સંરક્ષણ મંત્રાલયે એરફોર્સ માટે એક એર કોરિડોર બનાવ્યો છે જેથી શક્ય તેટલી વહેલી તકે બચાવ ટીમો પહોંચી શકે. તુર્કી એરફોર્સે તેના વિમાનોને તબીબી ટીમો, શોધ અને બચાવ ટીમો અને તેમના વાહનોને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે એકત્ર કર્યા છે.
Published by: Samrat Bauddh
First published: February 6, 2023, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading