પોતાની હોટલ માટે ચિજવસ્તુઓ ખરીદીને દંપત્તી ઘરે જઈ રહ્યું હતું ત્યારે બાઈક ચલાવતી વખતે પતિએ હેલ્મેટ પહેર્યુ ન હતું. જેથી ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યા હતા.
કર્ણાટકઃ સામાન્ય રીતે લોકો ટ્રાફિક નિયમો તોડ્યા બાદ પોલીસ (clash with police) સાથે રકઝક અથવા માથાકુટ કરતા નજરે ચડે છે. પરંતુ કર્ણાટકના (karnatak) બેલગામમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. અહીં ખરીદી કરવા નીકળેલા દંપતી દ્વારા ટ્રાફિકના નિયમનું (traffice rules) ઉલ્લંઘન કરાયું હતું. જેના પગલે ટ્રાફિક પોલીસે તેમને રોકીને દંડ ફટકાર્યો હતો. હેલ્મેટ વગર બાઈક ચલાવવા માટે ટ્રાફિક પોલીસે તેમને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રમક આપવા માટે કહેતા પતિ પત્ની અને પોલીસ વચ્ચે માથાકુટ થઈ હતી. ત્યારબાદ મહિલાએ પોતાના ગળામાં રહેલું મંગળસૂત્ર (mangalsutra) પોલીસના હાથમાં પકડાવીને વેચીને દંડ ભરવાનું કહ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના બેલગામમાં 30 વર્ષીય ભારતી વિભૂતી પોતાના પતિ સાથે હુકેરીના હુલોલીહટ્ટી ગામમાં એક હોટલ ચલાવે છે. રવિવારે બંને પોતાના બાઈક ઉપર હોટલ માટે ચિજવસ્તુઓ ખરીદવા માટે બેલગામના એક શોપિંગ મોલમાં ગયા હતા. દંપતીએ મોલમાંથી 1700 રૂપિયાની વિવિધ ચિજવસ્તુઓની ખરીદી કરી હતી. બાકીના 100 રૂપિયાનો તેમણે નાસ્તો કર્યો હતો.
શોપિંગ કરીને બંને બાઈક ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા. આ સમયે ટ્રાફિક પોલીસે તેમને બસસ્ટેન્ડ વિસ્તારમાં અટકાવ્યું હતું. બાઈક ચલાવતી વખતે ભારતીના પતિએ હેલ્મેટ પહેર્યું ન હતું. જેથી ટ્રાફિક પોલીસે તેમને હેલ્મેટ વગર બાઈક ચલાવવા માટે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
માથાકુટ વચ્ચે ટ્રાફિક પોલીસે દંપત્તીને કોઈપણ રીતે પૈસા ચૂકવવા માટે દબાણ કર્યું હતું. છેવટે ભારતી વિભૂતીએ પોતાના ગળમાં રહેલું મંગળસૂત્ર ટ્રાફિક પોલીસના હાથમાં પકડાવી દીધું હતું. અને મંગળસૂત્ર વેચીને દંડની રમક વસૂલવા માટે કહ્યું હતુ.
ટ્રાફિક પોલીસ અને દંપતી વચ્ચે લગભગ બે કલાક સુધી ભારે ઝઘડો ચાલ્યો હતો. આ દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીની દખલ બાદ મામલો થાળે પડ્યો હતો અને દંપત્તીને ઘરે મોકલ્યા હતા.