દેશમાં ઘોડા, ખચ્ચર અને ગધેડાની સંખ્યા 51.5 ટકાનો ભારે ઘટાડો

News18 Gujarati
Updated: February 27, 2021, 12:01 AM IST
દેશમાં ઘોડા, ખચ્ચર અને ગધેડાની સંખ્યા 51.5 ટકાનો ભારે ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 2012માં કરેલા પશુધનની ગણતરીની સરખામણીમાં 51.5 ટકાનો ઘટાડો થયો

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં ઘોડા, ખચ્ચર અને ગધેડાની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 2012માં કરેલા પશુધનની ગણતરીની સરખામણીમાં 51.5 ટકાનો ઘટાડો થયો છે. 2019માં થયેલી ગણતરીમાં દેશમાં ગધેડાની સંખ્યા ફક્ત 1.2 લાખ છે, જે 2012ની સરખામણીમાં 62.23 ટકા ઓછી છે. બ્રૂક ઇન્ડિયાના એક્સટર્નલ અફેર અને કોમ્યુનિકેશન હેડ જોત પ્રકાશ કૌરે આ જાણકારી આપી છે.

ભારતમાં ગધેડાની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ એ તથ્ય પર વિચાર કરવા માટે ગંભીર છે કે ચીનના બજારમાં ગધેડાને વેચવામાં આવે છે અને ત્યાં ભારે માંગ છે. ચીનમાં ગધેડાની ખાલના નિર્યાતથી ગધેડાના સ્ટોકમાં કમી આવી છે અને ભારતમાં પણ આ મામલાની તપાસ કરવાની જરૂરી છે.

ગ્રામીણ ગરીબો માટે આ પ્રાણીના મહત્વને રેખાંકિત કરવા માટે દિલ્હીમાં હાલમાં જ બ્રૂક ઇન્ડિયા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું


આ પણ વાંચો - સુરતમાં કેજરીવાલે કહ્યું- 25 વર્ષમાં ભાજપે યુવાઓને નોકરી કેમ ન આપી? 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો

ગ્રામીણ ક્ષેત્રના ગરીબ લોકોનું જીવન ગધેડા પર વધારે નિર્ભર છે. ગ્રામીણ ગરીબો માટે આ પ્રાણીના મહત્વને રેખાંકિત કરવા માટે દિલ્હીમાં હાલમાં જ બ્રૂક ઇન્ડિયા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના જીવનમાં ગધેડા, ખચ્ચર અને ઘોડાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઘોડાના યોગદાનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને આ મુદ્દો મીડિયામાં પણ આવ્યો નથી.

પશુ ગણતરી 2019 પ્રમાણે તેમની ઘટતી સંખ્યા છતા કામ કરતા ઘોડા, ખચ્ચર, અને ગઘેડા ગ્રામીણ ગરીબો માટે ખાસ કરીને પછાત વર્ગના લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ જાનવરોનો ઉપયોગ ઇટો, નિર્માણ ઉદ્યોગ, પર્યટન, કૃષિ અને માલની હેરફેર માટે કરવામાં આવે છે. ઘણા સ્થાને તેમનો ઉપયોગ લોકોને લઈ જવામાં પણ કરવામાં આવે છે.
Published by: Ashish Goyal
First published: February 27, 2021, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading