દેશ બદલ રહા હૈ: આ ગામમાં 70 વર્ષ બાદ દલિતોને મળ્યો મંદિરમાં પ્રવેશ, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી

News18 Gujarati
Updated: January 31, 2023, 8:09 AM IST
દેશ બદલ રહા હૈ: આ ગામમાં 70 વર્ષ બાદ દલિતોને મળ્યો મંદિરમાં પ્રવેશ, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી
આ ગામમાં 70 વર્ષ બાદ દલિતોને મળ્યો મંદિરમાં પ્રવેશ

અધિકારીઓએ ખાસ કરીને આ ઉલ્લેખ નથી કર્યો કે, આ પહેલી વાર છે કે, દલિત ગામના મંદિરમાં જઈ રહ્યા છે, પણ અનુસૂચિત જાતિના લોકોએ કહ્યું કે, તેઓ પહેલી વાર મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.

  • Share this:
તિરુવન્નમલઈ (તમિલનાડૂ): તમિલનાડૂના આ જિલ્લામાં એક ગામમાં લગભગ 70 વર્ષમાં પહેલી વાર દલિતોને સોમવારે પોતાના ગામના મંદિરમાં પૂજા-અર્ચના કરવાનો મોકો મળ્યો હતો. આ અગાઉ જિલ્લા પ્રશાસને 'પ્રભાવશાળી જાતિઓ'ની સાથે 'શાંતિ વાર્તા' કરાવી હતી. કડક સુરક્ષા વચ્ચે તથા ટોચ જિલ્લા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં અનુસૂચિત જાતિમાંથી આવતા ગામના લોકોને પૂજાની માળા, ફુલ અને અન્ય પ્રસાદ સાથે મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો. તેમણે મંત્રોચ્ચારણ સાતે દેવતાની જય જયકાર કરી અને પૂજા કરી હતી. આ ઉત્તરી તિરુવન્નમલઈ જિલ્લામાં થંનદ્રમપત્તૂ તાલુકાના થેનમુદિયાનૂર ગામ છે અને પૂજાનું સ્થાન મુથુમરિયામ્મન મંદિર છે.

આ પણ વાંચો: હવામાં હોબાળો: દારુના નશામાં મહિલાએ ફ્લાઈટમાં કપડા ઉતારી નાખ્યા, ક્રૂ મેમ્બર પર થુકી

અધિકારીઓએ ખાસ કરીને આ ઉલ્લેખ નથી કર્યો કે, આ પહેલી વાર છે કે, દલિત ગામના મંદિરમાં જઈ રહ્યા છે, પણ અનુસૂચિત જાતિના લોકોએ કહ્યું કે, તેઓ પહેલી વાર મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર 80 વર્ષ જુનૂ છે. સરકારે કહ્યું કે, આ 70 વર્ષ જુનૂ છે. દલિત નિવાસી સી મુરુગને પત્રકારોનું કહ્યું કે, લગભગ 80 વર્ષ સુધી દલિત ગામના મંદિરમાં પ્રવેશ નહોતા કરી શકતા. પોલીસ અધિકારીઓ સહિત જિલ્લાના આધિકારીઓને મળીને અમે પૂજા કરવાની નવી આઝાદી આપી છે.જિલ્લા કલેક્ટર બી મુરુગેશે કહ્યું કે, મંદિર 70 વર્ષ જુનૂ છે અને હિન્દુ ધાર્મિક અને ધર્માંર્થ બંદોબસ્તી વિભાગથી સંબંધિત છે. તેમણે કહ્યું કે, ભારતીય સંવિધાન અંતર્ગત તમામ સમાન છે. કોઈ પણ મામલામાં ભેદભાવ નહીં હોવો જોઈએ. મુરુગેશે કહ્યું કે, દલિતોના પ્રવેશનો વિરોધ કરનારાઓને એ બતાવી દીધું હતું અને શાંતિ વાર્તા જિલ્લા અધિકારીઓ દ્વારા શરુ કરવામાં આવી હતી, જેમાં પોલીસ અને રેવન્યૂ અધિકારી સામેલ હતા. તેમના જણાવ્યા અનુસાર, આખરે આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ ઢંગથી સમાધાન લાવ્યું અને દલિતોએ મંદિરમાં પૂજા કરી.
Published by: Pravin Makwana
First published: January 31, 2023, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading