Hate Speech: હેટ સ્પિચ પર સુપ્રીમ કોર્ટ, કહ્યું- "શું હેટ ક્રાઈમને માન્યતા આપવામાં આવશે?"
News18 Gujarati Updated: February 6, 2023, 8:06 PM IST
હેટ સ્પિચ પર સુપ્રીમ કોર્ટની સરકારને ઝાટકણી
Hate Speech Case: હેટ સ્પીચ અને હેટ ક્રાઈમના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે નફરતના ગુનાઓ માટે કોઈ સ્થાન નથી.
નવી દિલ્હી: સોમવારે સુપ્રીમ કોર્ટે હેટ સ્પિચ અને હેટ ક્રાઈમને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે હેટ ક્રાઈમ માટે કોઈ સ્થાન નથી. ઉત્તર પ્રદેશના નોઈડામાં આપવામાં આવેલા હેટ સ્પિચના કેસની સુનાવણી દરમિયાન SCએ આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. જણાવી દઈએ કે, આ મામલો 62 વર્ષીય કાઝિમ અહેમદ શેરવાની સાથે સંબંધિત છે, જે જુલાઈ 2021માં હેટ ક્રાઈમનો શિકાર બન્યા હતા.
આ પણ વાંચો: ભડકાઉ ભાષણો આપનારા નેતાઓ સામે SCની લાલ આંખ, ફટકારી નોટિસ
આ ઘટના બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેના પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો ઇન્કાર કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે હેટ સ્પિચ પર ચિંતા વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે હેટ સ્પિચના વધી રહેલા મામલા પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, 'સમસ્યાને ઓળખો ત્યારે જ ઉકેલ મળી શકે છે' આ સિવાય કોર્ટે સવાલ કર્યો હતો કે, શું હેટ ક્રાઈમને માન્યતા આપવામાં આવશે કે પછી તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે? સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, લઘુમતી અથવા બહુમતીનો દરજ્જો ધ્યાનમાં લીધા વિના, લોકોને પહેલાથી જ ચોક્કસ અધિકારીઓ મળ્યા છે. તમે એક પરિવારમાં જન્મ્યા છો અને ઉછર્યા છો, પરંતુ આપણે સાથે મળીને એક રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ. તમારે તેને ગંભીરતાથી લેવું પડશે. બીજી તરફ પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આવા અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવીને છટકી શકતા નથી. આપણે દાખલો બેસાડવો જોઈએ, તો જ આપણે વિકસિત દેશોની સમકક્ષ રહી શકીશું.'
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કહ્યું - મીડિયા અને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ‘હેટ સ્પીચ’ હોય છેજણાવી દઈએ કે, 62 વર્ષીય વ્યક્તિએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, 4 જુલાઈના રોજ તે નોઈડાના સેક્ટર 37માં અલીગઢ જતી બસની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તેને લિફ્ટ ઓફર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, તેની મુસ્લિમ ઓળખને કારણે આ જૂથના લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને અત્યાચાર કર્યો હતો.
Published by:
Samrat Bauddh
First published:
February 6, 2023, 8:06 PM IST