મુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ અને ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહીં

News18 Gujarati
Updated: September 29, 2020, 7:36 PM IST
મુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ અને ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહીં
મુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ અને ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહીં

મહારાષ્ટ્ર ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. તેમાં સૌથી વધારે પ્રભાવિત મુંબઈ છે

  • Share this:
મુંબઈ : માસ્ક નહીં તો એન્ટ્રી નહીં. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)કડકાઇ સાથે આ નિયમનું પાલન કરાવવાની તૈયારીમાં છે. મુંબઈમાં (Mumbai)બધી ટેક્સી અને બસોમાં યાત્રા કરવા માટે માસ્ક પહેરવું ફરજિયાત બનશે. આટલું જ નહીં દુકાનો અને શોપિંગ મોલમાં પ્રવેશ માટે પણ માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. એનો અર્થ એ થયો કે જો કોઈએ માસ્ક પહેર્યું નહીં હોય તો તેમને સાર્વજનિક બસો અને ટેક્સીની યાત્રામાં મંજૂરી મળશે નહીં. દુકાનો અને મોલમાં પણ પ્રવેશ મળશે નહીં.

આ નિર્ણય મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારાના પગલે કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર (Maharashtra)ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. તેમાં સૌથી વધારે પ્રભાવિત મુંબઈ છે. આવામાં મહારાષ્ટ્રમાં પહેલા જ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવાનો નિયમ કડકાઇ સાથે લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના પ્રમુખ રાજનીતિક દળ મનસેના પ્રમુખ રાજ ઠાકરે પર માસ્ક ન પહેરવાના ગુનામાં દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ત્યારે બન્યું જ્યારે તે પોતાના પરિવારના કેટલાક સભ્યો સાથે અને મિત્રો સાથે નાવ પર સવાર થયા હતા.

કોરોનાની સ્થિતિ વિશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોવિડ-19ના ખતરાને જોતા તેમની સરકાર સાવધાનીથી પગલા ભરી રહી છે અને એસઓપી પ્રમાણે કામ કરી રહી છે. માસ્ક પહેરવું, હાથોને સ્વચ્છ રાખવા અને સામાજિક દૂરી બનાવી રાખવા પર ભાર આપ્યો હતો.
Published by: Ashish Goyal
First published: September 29, 2020, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading