હૃદય દ્રાવક ઘટના: ડિલિવરી દરમિયાન ડોક્ટરે નવજાત બાળકનું માથું કાપી નાખ્યું, માતા અને બાળક બંનેનું મોત
News18 Gujarati Updated: January 13, 2021, 9:49 PM IST
હોસ્પિટલની બેદરકારીથી માતા અને નવજાત બાળકનું મોત
પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ સાથે મહેશ કુંટમાં નેશનલ હાઈવે 107ને જામ કરી દીધો હતો.
ખગડિયા : બિહારના ખગડિયા જિલ્લા સ્થિત મહેશખુંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ક્લિનિકની બેદરકારીને કારણે માતા અને બાળક બંનેનું મોત નીપજ્યું હતું. ડિલિવરી દરમિયાન સગર્ભા સ્ત્રી સંજુ દેવીનું ઓપરેશન કરવું પડ્યું હતું. ઓપરેશન દરમિયાન ડોક્ટરે બાળકનું માથું કાપી નાખ્યું હતું, જેના કારણે નવજાતનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા પણ થોડા સમયમાં મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ સાથે મહેશ કુંટમાં નેશનલ હાઈવે 107ને જામ કરી દીધો હતો.
આ ઘટના બાદ ગોગરી એસડીઓ સુભાષ ચંદ્ર મંડળ અને ડીએસપી પી.કે. ઝા સહિત અનેક અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને જામ કરી રહેલા લોકોને સમજાવી પ્રદર્શન સમાપ્ત કરાવ્યું હતું. ગોગરીના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી કહે છે કે, આ ઘટના બાદ પીડિતાની અરજી પર ક્લિનિક સીલ કરીને તેના સંચાલક સહિત અડધો ડઝન સ્ટાફ પર કેસ નોંધવામાં આવી રહ્યો છે.
Big News: હવે LPG સિલિન્ડર ફક્ત 30 મિનિટમાં તમારા ઘરે પહોંચશે, જાણી લો ક્યારથી આ સુવિધા શરૂ થશે?શું છે મામલો
આ ઘટનાના સંદર્ભમાં કહેવામાં આવે છે કે, પરબત્તા બ્લોકના મહદીપુર ગામના અમિત કુમારે એક હોસ્પિટલમાં તેની પત્ની સંજુ દેવીને ડિલિવરી માટે દાખલ કર્યા હતા, પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રએ ઓપરેશન દરમિયાન બાળકનું ગળું કાપી નાખ્યું હતું. તે પછી બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન મહિલાની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેનું પણ મોત નીપજ્યું.
અમદાવાદ : 'મહિલાઓને Freeમાં ઇનરવેર આપવાનું કહી તેમના કપડાં વગરના ફોટો મેળવી બ્લેક મેલ કરતો'ડિરેક્ટર અને હોસ્પિટલનો કર્મચારી ફરાર
પરિવારને માતા અને બાળકના મોતના સમાચાર મળતાની સાથે જ તમામ લોકોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો હંગામો જોઇને હોસ્પિટલના સંચાલકો અને કર્મચારીઓ ક્લિનિક છોડીને ફરાર થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, ખગડિયા ડી.એમ.ની સૂચનાથી નકલી નર્સિંગ હોમ્સ ઉપર અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જિલ્લામાં બે ડઝનથી વધુ લાઇસન્સ વિનાનાં નર્સિંગ હોમ્સ ખોલવામાં આવ્યા છે, જેની સામે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.
Published by:
kiran mehta
First published:
January 13, 2021, 9:49 PM IST