પતિ કહેવો કે પથ્થરો: લાઈટરથી પત્નીના પ્રાઈવેટ પાર્ટને સળગાવતો, આ જોઈને હસતો રહેતો
News18 Gujarati Updated: February 6, 2023, 12:34 PM IST
કાનપુરમાં પતિની હૈવાનિયતનો કિસ્સો
યુવતીએ જણાવ્યું કે, લગ્ન બાદ સતત દહેજની માગને લઈને પતિ હૈવાનિયત ભરેલી હરકતો કરતો હતો. બળજબરી પૂર્વક દારુ પીવડાવતો હતો.
કાનપુર: અહીં અમે એક એવા હૈવાન પતિની વાત કરવા જઈ રહ્યા છે, જેણે પણ આ કહાની સાંભળી તે હચમચી ગયો હતો. કાનપુરના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન 2020માં લખનઉના ખારિકા નિવાસી યુવક સાથે થયા હતા. લગ્નમાં પિતાએ 40 લાખથી વધારેનો ખર્ચ કર્યો હતો. જો કે તેમ છતાં પણ દહેજની માગને લઈને પતિ અને સાસરિયાવાળા પ્રતાડિત કરતા હતા. જેની કહાની યુવતીએ પોલીસ સ્ટેશનમાં જણાવી હતી.
આ પણ વાંચો: PHOTOS: ચિલીમાં દાવાનળ; 14 હજાર હેક્ટર જંગલ બળીને ખાક થયું, 24 લોકોના મોત
યુવતીએ જણાવ્યું કે, લગ્ન બાદ સતત દહેજની માગને લઈને પતિ હૈવાનિયત ભરેલી હરકતો કરતો હતો. બળજબરી પૂર્વક દારુ પીવડાવતો હતો. સિગરેટ પિવડાવીને નાજૂક અંગને લાઈટરથી સળગાવી હસતો રહેતો અને બાદમાં મોબાઈલમાં ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપતો હતો. આવી કરતૂતમાં તેના પરિવારના લોકો પણ સાથ આપતા હતા. જોકે, યુવતી આટલું થવા છતાં પણ ચૂપચાપ સહન કરતી રહેતી.
યુવતીએ પણ આરોપ લગાવ્યો છે કે, સાસરિયાવાળાઓએ મળીને તેનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી નાખ્યો. ત્યાર બાદ તેના દિયરે પણ છેડછાડ શરુ કરી દીધી. જ્યારે તમામ પ્રકારની હદ પાર થઈ તો, યુવતી 17 જાન્યુઆરીએ કાનપુર પોતાના પિયરમાં આવી ગઈ.
ડીસીપી દક્ષિણ પ્રમોદ કુમારે જણાવ્યું કે, ગોવિંદ નગર પોલીસે નિર્દેશ આપી દીધા છે. ગોવિંદ નગર પોલીસે ડીસીપીના નિર્દેશ પર આરોપી પતિ, સસરા, સાસુ, દિયર અને નણંદ વિરુદ્ધ ફરિયાદ કરીને તપાસના આદેશ આપ્યા છે. ડીસીપી દક્ષિણ પ્રમોદ કુમારે જણાવ્યું કે, પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Published by:
Pravin Makwana
First published:
February 6, 2023, 12:34 PM IST