ખેડૂતોની માંગણી - કાનૂનોને પરત લેવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે સરકાર

News18 Gujarati
Updated: December 2, 2020, 7:27 PM IST
ખેડૂતોની માંગણી - કાનૂનોને પરત લેવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે સરકાર
ખેડૂતોની માંગણી - કાનૂનોને પરત લેવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે સરકાર

અમે સરકારને આ કાયદા પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપીએ છીએ

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના (Central Government)કૃષિ કાનૂનો (Farm Laws)સામે ચાલી રહેલ ખેડૂતોનું આંદોલન (Farmer Protest)બુધવારે પણ યથાવત્ છે. ખેડ઼ૂતોની માંગણી છે કે સરકાર આ કાનૂનોને પાછા લેવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. ક્રાંતિકારી કિસાન યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે અમારી માંગણી છે કે સરકાર કૃષિ કાનૂનોને પરત લેવા માટે વિશેષ સંસદીય સત્ર બોલાવે. અમે ભારતીય કિસાન યૂનિયનના નરેશ સિંહ ટિકૈત સાથે પણ વાતચીત કરી છે. તે અમારી સાથે છે. અમે સંઘર્ષમાં સાથે છીએ. પાલે આગળ કહ્યું કે અમે દેશભરમાં વિરોધ સ્વરૂપ 5 ડિસેમ્બરે મોદી સરકાર અને કાર્પોરેટ ઘરાનો સામે પ્રદર્શન કરવા અને પુતળા સળગાવવાનું આહ્વાન કર્યું છે.

આ પહેલા ભારતીય કિસાન યૂનિયનના એક જૂથે સરકારને આ કાયદા પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપતા બુધવારે કહ્યું કે સરકારે આ કાનૂનોને લઈને ખેડૂતોની આશંકાઓ દૂર ના કરી તો સંગઠન સાથે જોડાયેલ કિસાન પ્રદર્શન કરવા દિલ્હી કૂચ કરશે. ભારતીય કિસાન યૂનિયન (રાધે જૂથ)ના કાર્યકર્તાઓએ જિલ્લા મુખ્યાલય પર પોતાની 10 માંગણીને લઈને પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો - જલ્દી ભારત આવવા માંગે છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, PM મોદીએ ગણતંત્ર દિવસ પરેડ માટે આપ્યું આમંત્રણ


યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાધે લાલ યાદવે દાવો કર્યો કે સરકારે ખેડૂતોને પૂછ્યા વગર ખેતી સાથે જોડાયેલ ત્રણ એવા કાયદા સંસદમાં પસાર કરી દીધા છે જેની ખેડૂતો પર જ સૌથી વધારે અસર પડશે. અમે સરકારને આ કાયદા પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપીએ છીએ. સરકાર આ કાયદાને લઈને ખેડૂતોની ચિંતાઓ અને આશંકાઓને દૂર ના કરી તો અમારી યૂનિયન સાથે જોડાયેલ ખેડૂતો દિલ્હી જઈને જોરદાર પ્રદર્શન કરશે.
Published by: Ashish Goyal
First published: December 2, 2020, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading