Explained : કોરોના સંક્રમણનો ફરીથી ભોગ કોણ બની શકે, શું કાળજી રાખવી? જાણીલો આ બાબતો


Updated: April 7, 2021, 7:39 PM IST
Explained : કોરોના સંક્રમણનો ફરીથી ભોગ કોણ બની શકે, શું કાળજી રાખવી? જાણીલો આ બાબતો
શું એક વખત કોરોના થયા બાદ ફરી કોરોના થઈ શકે છે?

એક વાર કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ બીજી વખત સંક્રમણ લાગવાની શક્યતા કેટલી હોય છે? જાણો - શું કહે છે ભારતની ટોચની સ્વાસ્થ્ય સંસ્થા આઇસીએમઆર અને વિશ્વની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ?

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારી અંગેના અનેક પ્રશ્નોનો જવાબ હજુ મળ્યો નથી. સંશોધકો પણ કોરોનાના બદલાતા રંગને લઇ અવઢવમાં મુકાઇ ગયા છે. આ દરમિયાન કેમ્બ્રિજમાં થયેલા એક સંશોધન મુજબ કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ કુલ 1300 લોકોમાંથી 58 લોકો ફરીથી કોરોનાનો ભોગ બન્યા હોવાનું સામે આવે છે.

એક વાર કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ બીજી વખત સંક્રમણ લાગવાની શક્યતા કેટલી હોય છે? તે અંગે ભારતની ટોચની સ્વાસ્થ્ય સંસ્થા આઇસીએમઆર અને વિશ્વની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પણ સંશોધનો થયા હતા. જેમાં કેટલાક ફેક્ટ સામે આવ્યા હતા. કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન બીજી વખત સંક્રમણ લાગવાનો ખતરો નહિવત હતો. જ્યારે વર્તમાન લહેરમાં બીજી વખત સંક્રમણ લાગવાની વાત નજર અંદાજ કરી શકાય નહીં.

કોઈ વ્યક્તિને કોરોના વાયરસનો ખતરો કેટલો છે? તેને કઈ રીતે કોરોનાવાયરસનો બીજી વખત ચેપ લાગી શકે છે? કયા લોકોને આવું જોખમ વધુ છે? તે અંગેના સવાલોનો જવાબ અહીં આપ્યા છે.

આ પણ વાંચોદેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ, કવચ બનશે નેટવર્ક 18-ફેડરલ બેંકનું સંજીવની અભિયાન

સવાલ: રીઈન્ફેક્શનનું જોખમ કોને હોય છે?

જવાબ: જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓને ફરીથી સંક્રમણ લાગવાનો ખતરો રહે છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ લાંબો સમય ટકી શકતી નથી અથવા તો તેમના શરીરમાં વાયરસ સામે લડવાની મજબૂત ઇમ્યુનિટીનો અભાવ હોય છે.સવાલ: બીજી વખત સંક્રમણના જોખમ અંગે કોઈ અભ્યાસ થયો છે?

જવાબ: ઇંન્ટરનલ મેડિસિન તજજ્ઞ ડો. સ્વપ્નિલ પરીખે એક પુસ્તક લખ્યું છે. જેમાં કોરોના વાયરસ અંગે કેટલાક ફેક્ટ્સ આપવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જણાવાયું છે કે, કઇ વ્યક્તિને ફરીથી સંક્રમણ લાગવાનો ખતરો વધુ હોય છે. આ ઉપરાંત ધી લેન્સેટમા પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ 65 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં ફરીથી સંક્રમણ લાગવાનું પ્રમાણ વધુ હોય છે.

આ પણ વાંચોNaxal Attack: જવાને જણાવી શહાદતની દાસ્તા! જે મિત્રએ જીવ બચાવ્યો, તેને મરતો જોઈ રહ્યો હતો

સવાલ: બીજી વખત સંક્રમણના ચાન્સ કેટલા?

જે લોકો થેલેસેમિયા જેવી બીમારીથી પીડાતા હોય તેમને સંક્રમણ લાગવાની શક્યતા વધુ હોય છે. આ મહામારીની શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે, ફરીથી સંક્રમણ લાગવું ખૂબ જૂજ કેસમાં જ બને છે. જોકે, વારંવાર થયેલા અભ્યાસ પરથી એ વાત ફલિત થઈ કે ફરીથી ઇન્ફેક્શનની ટકાવારી 10 ટકા છે.

સવાલ: ફરીથી સંક્રમણ થાય કેવી રીતે છે?

જવાબ: એક વખત કોરોના સંક્રમણ લાગવાથી શરીર બીજી વખત વાયરસ એટેકના સમયે એન્ટીબોડી બનાવીને વાયરસને બેઅસર કરે છે. પરંતુ કેટલાક નબળા શરીરમાં વાયરસના બીજા હુમલા સમયે એન્ટીબોડી અસરકારક નીવડતી નથી. વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં રીઇન્ફેક્શન લાગ્યું હોવાનો પહેલો કેસ સામે આવ્યો હતો.

આ પણ વાંંચો - બેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો

સવાલ: રીઇન્ફેક્શન કેટલી ગંભીર બાબત છે?

જવાબ: એક તરફ ભારતમાં રસીકરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ વધતા જતા કેસો પણ ગંભીર બાબત છે. દેશમાં નવા વેરિએન્ટ પણ સક્રિય છે. આવી સ્થિતિમાં દર્દીઓ ફરીથી વાયરસથી સંક્રમિત થઈ શકે છે તે મોટો ખતરો છે.

સવાલ; શું ફરીથી ઇન્ફેક્શન ઘાતક છે?

જવાબ: ડો. પરીખના મત મુજબ રિઇન્ફેક્શનમાં બેદરકારી દાખવો તો ગંભીર બાબત હોઈ શકે છે. જોકે, મોટાભાગના કેસોમાં ગંભીર નથી.

સવાલ: વિજ્ઞાન શું કહે છે?

જવાબ : ICMRના અભ્યાસ મુજબ પ્રથમ ચેપની તુલનામાં બીજી વખત સ્થિતિ વધુ ગંભીર છે. જો તમને એસિમ્પટમેટિક હો ત્યારે ચેપ લાગ્યો હોય તો વાયરસ સામે એન્ટિબોડીઝને સંપૂર્ણપણે જાળવી રાખવામાં શરીર અસમર્થ છે. વાયરસના બીજા હુમલા દરમિયાન શરીર એટેકને ખાળી શકતું નથી.

સવાલ: વેકસીનથી શું મદદ મળશે?

જવાબ: રસી ચેપ અટકાવવામાં મદદ મળે છે. પરંતુ કેટલા સમય સુધી? આ બાબતે ચોક્કસ ડેટા નથી. રસી કંપનીઓ ફાઈઝર અને બાયોનોટેક દાવો કરી રહી છે કે, રસી લીધા પછી 6 મહિના સુધી ચેપ લાગી શકતો નથી. પરંતુ, મુદ્દો એ છે કે રસી પછી પણ કોઈ વ્યક્તિ કેટલા સમય સુધી ચેપથી બચી શકે? આ સઘળો આધાર રોગપ્રતિકારક શક્તિ ઉપર છે.

સવાલ: બીજી વખત સંક્રમણમાં નવા વેરિયન્ટનો ફાળો શું?

જવાબ: યુકે અને સાઉથ આફ્રિકાના વેરિયન્ટ ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાવે છે તેવું જાણવા મળ્યું છે. ડો. પરીખના મત મુજબ જો વેરિયન્ટના મામલે એન્ટીજન બદલાશે તો ફરીથી સંક્રમણ લાગી શકે.

સવાલ: ફરીથી સંક્રમણથી કઈ રીતે બચી શકાય?

જવાબ: કોરોના વાયરસના ભરડાથી બચવા માટે જે સાવધાની રાખવી પડે તેવી જ સાવધાની ફરીથી સંક્રમણથી બચવા રાખવી પડે. માસ્ક, સાફ સફાઈ, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
First published: April 7, 2021, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading