ઈટાનગરઃ લદાખના રેજાંગ લામાં ઘૂસણખોરીના પ્રયાસમાં ભારતીય સૈનિકો (Indian Army Soldiers) દ્વારા પાછળ ધકેલાયા બાદ હવે ચીન અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ની સરહદ પર નજર રાખી રહ્યું છે. ચીન હવે અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના સૈનિકો માટે પોસ્ટ ઊભું કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army)એ ચીની સરહદમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના મૂવમેન્ટની નોટિસ કરી છે. રિપોર્ટ મુજબ, અરૂણાચલ પ્રદેશના અસ્ફિલા, ટૂટિંગ, ચાંગ જ અને ફિશટેલ-2ની વિપરિત ચીની ક્ષેત્રમાં ચીની ગતિવિધિઓ જોવા મળી છે. આ વિસ્તાર ભારતીય સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર છે.
સરકારના વરિષ્ઠ સૂત્રોએ CNN-News18ને આ જાણકારી આપી છે. આંશકા વે કે ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. ચીની કોઈ શાંત અને વસ્તી વગરના સ્થળને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીની સૈનિકો તરફથી ઘૂસણખોરીની આશંકાને જોતાં ભારતીય સેના અલર્ટ પર છે અને અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિસ્તારની નજીક આવી રહ્યા છે ચીની સૈનિક
ગત થોડા દિવસોથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી થોડાક કિલોમીટર અંતરના વિસ્તારોમાં ચીની સેના પોતાના બનાવેલા રોડ પર ગતિવિધિઓ વધારી રહ્યું છે. ચીની સૈનિક પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિસ્તારોની નજીક પણ આવી રહ્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સે હાલમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે અરૂણાચલમાં LAC પર ચીની સૈનિકોની સક્રિયતાને જોતાં ભારતીય સેનાએ અહીં જવાનોની તૈનાતી વધારી દીધી છે. સેના એવા કોઈ પણ પ્રયાસનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે અને તેને લઈને તેણે પોતાની ક્ષમતા વધારી દીધી છે.
ચીનમાં પકડાયા હતા અરૂણાચલના 5 લોકોઆ પહેલા 5 સપ્ટેમ્બરે અરૂણાચલ પ્રદેશથી કૉંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિન્ગે દાવો કર્યો હતો કે અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાથી પાંચ લોકોનું કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અપહરણ કરી લીધું છે. રિપોર્ટ મુજબ આ પાંચ લોકો માછલી પકડવા દરમિયાન સરહદ પર ભટકી ગયા હતા. આ મામલાને કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ ગંભીરતાથી કેન્દ્રની સામે ઉઠાવ્યો. જોકે ચીનની સરહદમાં જતા રહેલા પાંચ ભારતીય નાગરિક હવે વતન પરત ફર્યા છે. ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના કિબિતૂમાં આ પાંચેય નાગરિકોને ભારતીય સૈનિકોને સોંપી દીધા છે.
નોંધનીય છે કે, વર્ષ 2017 બાદ ડોકલામમાં છેલ્લા 6 મહિનાથી એક પછી એક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીનની સેના અહીં ભૂટાનની સીમામાં ઝામ્ફિરી રિજ સુધી રોડનું નિર્માણ કરી રહી છે. ચીનની આ હરકતે સિલીગુડી કોરિડોર માટે ખતરો ઊભો કરી દીધો છે.