અયોધ્યા: ભગવાન રામ સહિત તમામ ભાઈઓને લગાવી પીઠી; 11 મંદિરમાંથી નિકળશે જાન, લાખો ભક્તો જોડાશે


Updated: November 28, 2022, 11:08 AM IST
અયોધ્યા: ભગવાન રામ સહિત તમામ ભાઈઓને લગાવી પીઠી; 11 મંદિરમાંથી નિકળશે જાન, લાખો ભક્તો જોડાશે
અયોધ્યામાં વિવાહ પંચમીની તડામાર તૈયારીઓ

આ સમારંભમાં સામેલ થવા માટે કલકત્તા, મુંબઈ, પંજાબ સહિત દેશના અલગ અલગ શહેરોમાં લોકો ભગવાનના ભક્ત બની આ મહોત્સવને નિહાળવા માટે પહોંચ્યા છે.

  • Share this:
અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, ભગવાન શ્રીરામ અને તેમના ભાઈઓને પીઠી-તિલક અને મહેંદી લગાવવાના પ્રસંગ બાદ હવે વિવાહ મહોત્સવનો આનંદ છવાયેલો છે. તો વળી 28 નવેમ્બર એટલે કે, આજે બપોરથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં 11 મંદિરોમાંથી જાન નિકળશે. આ મહોત્સવમાં લાખો રામભક્તો ભાગ લેશે. તો વળી ધાર્મિક માન્યતા અનુસાર, માર્ગશીર્ષ પંચમી તિથિ પર શ્રીરામ વિવાહોત્સવનું આયોજન થાય છે. ભગવાનના લગ્ન સૌથી પ્રાચિન પરંપરા મહારાજા દશરથ મહલની માનવામાં આવે છે.

આ પણ વાંચો: Vivah Panchami 2022 : આજે વિવાહ પંચમી પર બની રહ્યો છે સર્વાર્થસિદ્ધિ યોગ, જેમાં કરેલા દરેક કાર્યમાં મળશે સફળતા

શ્રદ્ધાળુઓમાં દેખાયો રામવિવાહનો આનંદઆપને જણાવી દઈએ કે, આ સમારંભમાં સામેલ થવા માટે કલકત્તા, મુંબઈ, પંજાબ સહિત દેશના અલગ અલગ શહેરોમાં લોકો ભગવાનના ભક્ત બની આ મહોત્સવને નિહાળવા માટે પહોંચ્યા છે. તો વળી અમુક શ્રદ્ધાળુઓએ કહ્યું કે, તે મારવાડી રીતિ રિવાજો સાથે રામ વિવાહ મનાવશે. મહેન્દી રસમ હોવાથી તમામ ભક્તોએ પોતાના હાથમાં મહેંદી લગાવી રહ્યા છે. તો વળી શ્રીરામ વિવાહમાં શામેલ થવા આવેલા એક ભક્તે કહ્યું કે, આ સમારંભને લઈને તે ખુબ જ ખુશ છએ અને ભગવાન રામના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તો વલી અયોધ્યાના મઠ અને મંદિરોને રંગબેરંગી ઝાલરો અને ફુલોથી સજાવામાં આવ્યા છે.


આ મંદિરોમાંથી નિકળશે જાન

તેની સાથે જ આજે વિધિ-વિધાન સાથે પાણિગ્રહણ સંસ્કારની રસમ પુરી થશે. આ ઉપરાંત શ્રદ્ધાળુ કન્યાદાનમાં પોતાની યથાશક્તિ અનુસાર માતા સીતાને ભેટ આપશે. ત્યાર બાદ 29 નવેમ્બરે શ્રીરામના કુંવર કલેવા કરવામાં આવશે. તો વળી વધુ પક્ષ તરફથી અખિલ બ્રહ્માંડ નાયક પરાત્પર બ્રહ્મને જ દુલ્હા સરકાર તરીકે મધુર ગીતોથી નવાઝવામાં આવશે. આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં કનક ભવન, દશરથ મહેલ, રંગ મહેલ, વિભૂતિ ભવન, રામ હર્ષણ કુંજ, જાનકી મહેલ, રામ વલ્લભા કુંજ અને બીજા કેટલાય મંદિરોમાંથી ભગવાન શ્રીરામની જાન નિકળશે. આ દરમિયાન તિલક, પીઠી વીધી, મહેન્દી રસમનું આયોજન કરવામાં આવ્યું છે. તો વળી બીજા દિવસે ભગવાન રામ અને માતા સીતાના વિવાદ સમારંભ વિદાય સમારંભનું પણ આયોજન કરાયું છે.
Published by: Pravin Makwana
First published: November 28, 2022, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading